PM Modi flags off Delhi-Dehradun Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધીની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દિલ્હી અને દેહરાદૂન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો મુસાફરી4.45 કલાકમાં થઈ જશે. ટ્રેનમાં સુવિધાઓ આ પ્રવાસને આનંદ અને આરામદાયક બનાવશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે. વંદે ભારત ભારતના સામાન્ય પરિવારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડા કલાકો પહેલા જ હું ત્રણ દેશોની મુલાકાત લઈને આવ્યો છું, આજે આખી દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. જે રીતે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે, જે રીતે આપણે ગરીબી સામે લડી રહ્યા છીએ તેનાથી સમગ્ર વિશ્વનો વિશ્વાસ પ્રેરિત થયો છે.
Delighted to flag off the Delhi-Dehradun Vande Bharat Express. It will ensure 'Ease of Travel' as well as greater comfort for the citizens. https://t.co/NLpcRCHvQW
— Narendra Modi (@narendramodi) May 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સર્વોપરી રાખીને વિકાસના અભિયાનને આગળ ધપાવી રહ્યું છે તે પ્રશંસનીય છે. હું માનું છું કે આ દેવભૂમિ આવનારા સમયમાં સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આપણે ઉત્તરાખંડનો પણ આ ક્ષમતા અનુસાર વિકાસ કરવો પડશે.
અગાઉ, આ સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે આ રેલવેનો સુવર્ણ યુગ છે. દેશી બનાવટની સેમી હાઈસ્પીડ ટ્રેન અહીંથી દોડશે. ટૂંક સમયમાં આવી ટ્રેનો દૂરના વિસ્તારોમાં પણ દોડાવવામાં આવશે. પર્વત માટે આ બધું એક સ્વપ્ન હતું. ટૂંક સમયમાં ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી ટ્રેન દોડાવવામાં આવશે.