Chardham Yatra 2023: ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરૂ થયાને આશરે 1 મહિનાનો સમય પસાર થઈ ગયો છે. આ વખતે હવામાન યાત્રીઓની જાણે પરીક્ષા લઈ રહ્યું છે. ક્ષણે-ક્ષણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેને લીધે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે યાત્રીઓમાં ઉત્સાહ બિલકુલ ઓછો નથી. આ વખતે પહાડો પર સતત હિમ વર્ષા થઈ રહી છે.
34 દિવસમાં આશરે 75 યાત્રીના થયા મોત
યાત્રામાં બાળકો હોય કે વૃદ્ધો, સૌને માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 34 દિવસમાં આશરે 75 યાત્રીના મોત થયા છે. સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે અને સતત પ્રયત્નશીલ છે. વૃદ્ધો યાત્રીઓને મેડિકલ સર્ટીફિકેટ પણ તપાસવામાં આવી રહ્યા છે. અનેક સ્થળો પર ડોક્ટર પણ ફરજ પર છે. સ્વાસ્થ વિભાગ દ્વારા તપાસ માટે હેલ્થ ATM પણ લગાવાવમાં આવ્યા છે. અનેક પ્રયાસ વચ્ચે પણ મૃત્યુનો આંકડો 75 આસપાસ થઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યાની વાત કરવામાં આવે તો આશરે 35 લાખથી વધારે શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
24 મે,2023 સુધીના આંકાડ
- યુમનોત્રીમાં 19 શ્રદ્ધાળુઓના મોત
- ગંગોત્રીમાં 9 શ્રદ્ધાળુઓના મોત
- કેદારનાથમાં 34 શ્રદ્ધાળુઓના મોત
- બદ્રીનાથમાં 13 શ્રદ્ધાળુઓના મોત