Satyendar Jain Bail: મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. તેમની લથડતી તબિયત સુધારવા માટે તેમને સ્વાસ્થ્યના આધાર પર આ જામીન આપવામાં આવ્યા છે. જૈનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. ગુરુવારે (25 મે) તે જેલના વોશરૂમમાં બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સત્યેન્દ્ર જૈન પરવાનગી વિના દિલ્હીની બહાર જઈ નહીં શકે અને મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને તેમની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરાવવાની મંજૂરી આપી અને તેમને મેડિકલ રેકોર્ડ રજૂ કરવા કહ્યું છે.
Supreme Court grants AAP leader Satyendar Jain interim bail for six weeks on medical grounds with conditions. He cannot leave Delhi without permission and cannot make any statement before the media. pic.twitter.com/nJtcDY6nx8
— ANI (@ANI) May 26, 2023
હજુ પણ ખરાબ હાલત
સત્યેન્દ્ર જૈનની હાલત હજુ પણ ખરાબ છે. લોક નાયક હોસ્પિટલના આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. માથામાં ઈજાના કારણે પરેશાની થઇ રહી છે. હોસ્પિટલના ડાયરેક્ટર સુરેશ કુમારનું કહેવું છે કે, ડોકટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે. કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાંજે રિપોર્ટ આવશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે.