New Parliament Building: સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને ચાલી રહેલા વિવાદ સાથે સંબંધિત જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ખુદ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી હતી. આવી અરજીઓ પર ધ્યાન આપવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી.
ઉલ્લેખનીય છે કે, પિટિશનમાં સુપ્રીમ કોર્ટ પાસેથી નવી ઇમારતનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન કરાવવા માટે લોકસભા સચિવાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયનું નિવેદન અને લોકસભાના મહાસચિવને ઉદ્ઘાટન સમારોહ માટે આપવામાં આવેલ આમંત્રણ ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે.
Supreme Court declines the PIL seeking a direction that the new Parliament building should be inaugurated by President Droupadi Murmu on 28th May. https://t.co/Cu8Z35TRza
— ANI (@ANI) May 26, 2023
કોણે દાખલ કરી હતી અરજી?
આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરીને બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો (રાજ્યોની પરિષદ) રાજ્યસભા અને લોકસભા, લોકોનું ગૃહ છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદ કરવાની સત્તા છે. ઉપરાંત, રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા છે. આવી સ્થિતિમાં સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ.