OPEN IN APP

Parakram Diwas 2023: આજે મનાવવામાં આવશે પરાક્રમ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને સુભાષ ચંદ્ર બોઝ સાથે શું છે સંબંધ

By: AkshatKumar Pandya   |   Updated: Mon 23 Jan 2023 02:53 PM (IST)
subhash-chandra-bose-jayanti-parakram-diwas-will-be-celebrated-today-know-its-history-and-its-connection-81699

Parakram Divas 2023 on Subhash Chandra Bose Jayanti: સમગ્ર દેશ આજે પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 2021માં PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પરાક્રમ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. પરાક્રમ દિવસ (Parakram Diwas 2023)ના દિવસે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થાય છે. સ્કૂલ-કોલેજોમાં આ દિવસનું મહત્વ કહેવામાં આવે છે અને સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose)ને યાદ કરવામાં આવે છે. તેમની જ યાદમાં પરાક્રમ દિવસને દેશના એક ખાસ દિવસના સ્વરુપે મનાવવામાં આવે છે.

નેતાજીને આ દિવસે નમન કરવામાં આવે છે અને તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદી સંગ્રામ વખતે એક નારો આપ્યો હતો જેને સાંભળીને આજે પણ દેશવાસીઓના રુવાટા ઉભા થઈ જાય છે. તેમનો નારો હતો 'તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા'. તેમના આ નારાથી આઝાદીની લડાઈ વધુ ઝડપી થઈ હતી.

23 જાન્યુઆરીએ જ કેમ મનાવાય છે પરાક્રમ દિવસ?
23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવવાનું કારણ એકદમ ખાસ છે. આ દિવસ સુભાષ ચંદ્ર બોઝની યાદમાં મનાવવામાં આવે છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરીના દિવસે થયો હતો. આ દિવસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી મનાવવામાં આવે છે. જેને પરાક્રમ દિવસનું નામ આપવામાં આવ્યું છે.

પ્રતિષ્ઠિત નોકરી છોડી દેશની આઝાદીની લડાઈમાં જોડાયા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. સુભાષ ચંદ્ર બોઝ બાળપણથી જ બુદ્ધિશાળી હતા અને અભ્યાસમાં પણ હોંશિયાર હતા. તેમણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સિવિલ પરીક્ષા પાસ કરી, પરંતુ 1921માં જ્યારે તેમણે ભારતમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા શોષણ વિશે વાંચ્યું ત્યારે તેમણે તે જ સમયે ભારતને આઝાદ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ઇંગ્લેન્ડમાં વહીવટી સેવાની પ્રતિષ્ઠિત નોકરી છોડીને પાછા ફર્યા.

તેમના દેશમાં ગયા અને સ્વતંત્રતા ચળવળમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે પોતાની સેના બનાવી. તેમનું સૂત્ર હતું ‘તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા’. તે નેતાજી જ હતા કે જેમણે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા હતા.

કેવી રીતે મળી નેતાજીની ઉપાધી
તમને જણાવી દઈએ કે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે પહેલીવાર સુભાષ ચંદ્ર બોઝને નેતાજી કહ્યા હતા. જણાવી દઇએ કે હિટલર કોઈને ડાયરેક્ટ મળ્યો ન હતો, તેને તેના મોતનો ડર હતો, તેથી તેણે તેના જેવા દેખાતાં બહેરુપિયાઓ તૈયાર કર્યા હતા. નેતાજી જ્યારે હિટલરને મળવા ગયા ત્યારે તેમની સામે હિટલરની ડુપ્લિકેટ દેખાયો, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. આ પછી હિટલર પોતે નેતાજી પાસે આવ્યો, પછી નેતાજીએ તેમનું અભિવાદન કર્યું. તેમની ચતુરાઈ જોઈને હિટલરે તેમને નેતાજીનું બિરુદ આપ્યું. ત્યારથી તેઓ નેતાજીના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત થયા. સુષાભ ચંદ્ર બોઝને નેતાજીની સાથે દેશના હીરો પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝને રવીન્દ્રનાથ ટાગોર પાસેથી દેશ નાયકનું બિરુદ મળ્યું હતું.

સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુની વાત કરીએ તો તે આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે, કારણ કે આજ સુધી તેમના મૃત્યુ પરથી પડદો ઉઠાવી શકાયો નથી. જણાવી દઈએ કે 1945માં જાપાન જતી વખતે સુભાષ ચંદ્ર બોઝનું વિમાન તાઈવાનમાં ક્રેશ થયું હતું. જોકે, અકસ્માત બાદ તેનો મૃતદેહ મળ્યો ન હતો.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.