'All is not well in Ladakh': 3 ઈડિયટ્સ ફિલ્મ (Film 3 Idiots) માટે જેમણે પ્રેરણા આપેલી અને જાણીતા અભિનેતા આમિર ખાન દ્વારા જેમની ભૂમિકા ભજવવામાં આવેલી તે સોનમ વાંગચુક (Sonam Wangchuk) વર્તમાન સમયમાં વ્યાપક પ્રમાણમાં ચર્ચામાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને એક પત્ર લખીને અપિલ કરી છે કે લદ્દાખ (Ladakh)માં બધુ જ ઠીક ચાલી રહ્યું નથી. તેમણે લદ્દાખ (Ladakh)ની સુરક્ષાને સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં વિનંતી કરી છે. આ સાથે સોનમ વાંગચુક માઈનસ 40 (-40) ડિગ્રી તાપમાન ધરાવતા 18000 ફૂટની ખારદુંગલા પાસ (Khardungla pass) ખાતે 26 જાન્યુઆરીથી પાંચ દિવસ માટે ક્લાઈમેટ ફાસ્ટ પર બેસવાની યોજના ધરાવે છે. ઉપવાસની જાહેરાત કર્યાં બાદ હવે આ માટે તૈયારી ઝડપી બનાવવામાં આવી છે. તેમણે ઉપવાસ અગાઉ ટેસ્ટ રન કર્યું, જે અંગેનો એક વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
https://twitter.com/Wangchuk66/status/1617343769048936448
માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પર ટેસ્ટ રન સફળ
વાંગચુકે ટ્વિટ કરતાં લખ્યું કે એક ટેસ્ટ રન (Rest Run) સફળ! માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પર બધુ જ ઠીક છે. આ ટેસ્ટ મે મારી છત પર કરી રહ્યો છું. તેમણે વધુમાં લખ્યું કે મારા ઉપવાસ ખારદુંગલામાં 18,000 ફૂટની ઊંચાઈ પર -40 ડિગ્રી સેલ્સિયસ પર થશે.
જીવિત રહીશ તો ફરી મળીશ
સોનમે વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તથા ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ને અપીલ કરતા લખ્યું કે લદ્દાખ અંગે ઉચ્ચ સ્તરે પગલા ભરવા હું માંગ કરું છું. તેમણે કહ્યું કે હું PM મોદીને અપીલ કરું છું કે લદ્દાખ તથા અન્ય હિમાલયના વિસ્તારો (Himalayan areas)ને બચાવવા માટે નક્કર પગલાં ભરવામાં આવે. હું 26 જાન્યુઆરીથી પાંચ દિવસના ઉપવાસ (Fast) પર બેસી રહ્યો છું. જો -40 ડિગ્રી તાપમાન વાળા ખાર્દુગલામાં ઉપવાસ બાદ બચી જઈશ તો તમને ફરી મળીશ.
લદ્દાખ ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું સ્થાન
લશ્કરની સુરક્ષા (Military security)ની દ્રષ્ટિએ લદ્દાખ ખૂબ જ મહત્વનું ભૌગોલિક સ્થાન (Geographical location) છે અને કારગિલ તથા અન્ય યુદ્ધ સમયે આ વિસ્તારની મહત્વની ભૂમિકા રહી હતી. આ કેન્દ્ર શાસિત વિસ્તાર (Union territory)માં કોર્પોરેટ વિસ્તરણ માટેની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તેને લીધે આ વિસ્તારમાં જળ જેવા સંશાધનોની અછતને વધારે ઘેરી બનાવી શકે છે. ખાણ કામ તથા અન્ય પ્રવૃત્તિઓને લીધે ગ્લેશિયર પિગળી (Glacier melt) જવાનું વ્યાપક પ્રમાણમાં જોખમ રહેલું છે.
ઝડપભેર પિગળી રહ્યા છે ગ્લેશિયર
વાંગચુકે કહ્યું કે જો કોઈ માર્ગ શોધવામાં નહીં આવે તો લદ્દાખમાં ઉદ્યોગ, પર્યટન તથા વાણિજ્ય સંબંધિત પ્રવૃત્તિઓ વધી જશે અને આ કેન્દ્ર શાસિત પ્રદેશ ખતમ થઈ જશે. તાજેતરમાં જ કાશ્મીર યુનિવર્સિટી તેમ જ અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે લેહ-લદ્દાખ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો આશરે 2/3 ગ્લેશિયર ખતમ થઈ જશે.