national
MP News: માનવતા મરી પરવારી; MPના સિંગરોલીમાં આદિવાસી યુવતીના મૃતદેહને ઘરે લઈ જવા શબ વાહિની ન અપાતા ખાટલામાં ઘરે લઈ જવાયો
MP Video: મધ્યપ્રદેશમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આદિવાસી યુવતીના મૃતદેહને ઘરે લઈ જવા એમ્યુલન્સ પણ ન અપાઈ અને પરિવારજનોએ ખાટલામાં મૃતદેહ જાતે ઉંચકી 10 કિલોમીટર દૂર પોતાના ઘરે લઈ જવો પડ્યો છે. રસ્તે ચાલતા એક સમાજસેવક પ્રેમ ભાટી સિંહની નજર પડતા તેમણે પોતાની ગાડીમાં મૃતદેહને ઘરે પહોંચાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના પરથી સરકારી વ્યવસ્થાઓમાં કેટલી બેદરકારી ચાલી રહી છે તે જોવા મળી રહ્યું છે.
આ ઘટના સિધી અને સિંગરૌલી જિલ્લાની છે. જેમાં સિધી જિલ્લાના ભૂમિમાદ પોલીસ સ્ટેશન હેઠળના કેસલર ગામની આદિવાસી છોકરી શાંતિ સિંહ અચાનક બીમાર પડી ગઈ હતી, જેના પછી તેને તેના સંબંધીઓ દ્વારા સિંગરૌલી જિલ્લાના સરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સરાઈ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર બાદ પરત ફર્યા. તેના મામાના ઘરે લઈ આવ્યા, પરંતુ અચાનક તેમની તબિયત ફરી બગડતાં તેમનું મૃત્યુ થયું હતું.
એવું કહેવામાં આવ્યું હતું કે 22 વર્ષીય શાંતિ સિંહ તેના દાદાના ઘરે મળવા ગઈ હતી જ્યાં તેની તબિયત બગડી હતી. મૃત્યુ પછી, પરિજનોએ આરોગ્ય કેન્દ્રની સાથે સરાય પોલીસ સ્ટેશનથી તેમના મૃતદેહને ગામમાંથી સીધીના કેસલર ગામમાં તેમના ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં.
જે બાદ સ્વજનોએ મૃતદેહને ખાટલા પર રાખીને ગામમાંથી યુવતીના ગામમાં લઈ જવાની ફરજ પડી હતી. તેઓ મૃતદેહને ખાટલા પર લઈ જઈ રહ્યા હતા. ત્યારે કોઈએ આ વીડિયો બનાવી ઈન્ટરનેટ મીડિયામાં સર્ક્યુલેટ કર્યો હતો, જે બાદ માનવતાને શર્મનાક કરતી આ વાત લોકો સુધી પહોંચી છે અને લોકો સરકારી તંત્રને કોસી રહ્યાં છે.