SFJ Threat Call: ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલના કેટલાંક સાથીઓએ આસામની જેલમાં રાખવામાં આવ્યા છે. આ એક્શનથી નારાજ ખાલિસ્તાન સમર્થકોએ હવે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ધમકી આપી છે. મુખ્યમંત્રી સરમાને ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા ધમકી ભર્યો મેસેજ આપવામાં આવ્યો છે. ગુરપતવંત સિંહ પન્નૂના સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના લોકોએ તેમણે ખાલિસ્તાન અને અમૃતપાલવાળા કેસથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ધમકીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન સમર્થકોની લડાઈ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે, તેથી આસામના મુખ્યમંત્રી આ મામલાને ન પકડી રાખીને હિંસાનો શિકાર થવાથી બચે.
SFJ દ્વારા કોલ કરીને ધમકી આપવામાં આવી
હિમંત બિસ્વા સરમાને ધમકી આપવા માટે આસામના લગભગ 12 પત્રકારોને ફોન કરવામાં આવ્યો છે. ફોન કરનાર વ્યક્તિએ પોતાને SFJનો સભ્ય ગણાવતા કહ્યું કે આ સંદેશ તેમણે ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા આપવામાં આવ્યો છે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે- આસામમાં બંધ ખાલિસ્તાન સમર્થકોને હેરાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સરમા આ વાતને ધ્યાનથી સાંભળે. ખાલિસ્તાન સમર્થક શીખોની લડાઈ ભારતીય શાસન અને મોદી સામે છે. એવું ન બને કે સરમા આ હિંસાનો શિકાર બની જાય.
અલગતાવાદીઓએ એમ પણ કહ્યું કે જો આસામ સરકાર પંજાબથી આસામ લઈ જવામાં આવેલા અમૃતપાલના સમર્થકોને હેરાન કરવાનું વિચારી રહી છે તો તેની જવાબદારી હિમંત બિસ્વા સરમાની બનશે. તેમનું સંગઠન SFJ જનમત સંગ્રહની મદદથી પંજાબને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યુંછે.
શું છે શીખ ફોર જસ્ટિસ (SFJ)?
ખાલિસ્તાનની માગને લઈને અને સંગઠનો બનેલા છે. તેમાંથી એક છે શીખ ફોર જસ્ટિસ. આ સંગઠનની શરૂઆત વર્ષ 2007માં અમેરિકાથી થઈ હતી. જેનો તમામ કામકાજ ગુરપતવંત સિંહ પન્નૂ જોવે છે. આ સંગઠનનો હેતુ પંજાબને દેશથી અલગ કરીને ખાલિસ્તાન બનાવવાનો છે. ખાલિસ્તાની એટલે કે ખાલસાઓની ભૂમિ. એવો આરોપ લાગે છે કે આ સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIથી ફંડ મળે છે.
આસામની ડિબ્રૂગઢ જેલમાં છે ખાલિસ્તાન સમર્થક કેદીઓ
21 માર્ચે અમૃતપાલ સિંહના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરીને આસામના ડિબ્રૂગઢ સેન્ટ્રલ જેલ પહોંચાડી દીધા હતા. આસામ પોલીસની સુરક્ષામાં ટીમ ગુવાહાટીથી સડક માર્ગ થઈને જેલ પહોંચી હતી. આ ઉપરાંત અમૃતપાલના નજીકના ગણાતા ચાર લોકો જેમાં સરબજીતસિંહ કલસી, ભગવંત સિંહ, ગુરમીતસિંહ ગિલ અને બસંત સિંહને પણ ડિબ્રૂગઢની સેન્ટ્રલ જેલમાં જ રાખવામાં આવ્યા છે.