Aravalli case: નવી દિલ્હીમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતા 19 નવેમ્બરના રોજ આપેલા પોતાના આદેશ પર સ્ટે (રોક) લગાવી દીધો છે. આ મામલે કોર્ટ હવે વધુ સ્પષ્ટતા અને નિષ્ણાતોના અભિપ્રાયની રાહ જોઈ રહી છે.
કોર્ટની ટિપ્પણીઓના ખોટા અર્થઘટન અંગે CJIની ચિંતા
સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ નોંધ્યું હતું કે કોર્ટની કેટલીક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. CJI એ સ્પષ્ટ કર્યું હતું કે આવી ગેરસમજને દૂર કરવા માટે સ્પષ્ટતા હોવી અત્યંત જરૂરી છે અને તેના કારણે જ અગાઉના આદેશના અમલીકરણ પર રોક લગાવવામાં આવી છે.
નિષ્પક્ષ અને નક્કર અહેવાલની જરૂરિયાત
કોર્ટે જણાવ્યું છે કે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા અથવા 20 નવેમ્બરના આદેશને લાગુ કરતા પહેલા એક નિષ્પક્ષ અને નક્કર અહેવાલ આવશ્યક છે. આ માટે નિષ્ણાતોની પેનલ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે, જેથી કેસના તમામ પાસાઓની યોગ્ય રીતે તપાસ કરી શકાય.
CJI એ સુનાવણી દરમિયાન અરવલ્લી ટેકરીઓ અને તેની રેન્જની વ્યાખ્યા બાબતે ચાલી રહેલી મૂંઝવણનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને 50 મીટરથી વધુના અંતરની સ્થિતિ પર પ્રતિબંધ કે પરવાનગી અને તેના કાર્યક્ષેત્રની મર્યાદા અંગે ગંભીર અસ્પષ્ટતાઓ રહેલી છે, જેને ઉકેલવી જરૂરી છે.

