S Jaishankar on Tiranga: ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહને લઈને બ્રિટનમાં ભારતીય એમ્બેસીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન ત્રિરંગાને ઉતારવાની પણ શરમજનક ઘટના બની હતી. ત્યારે આ મુદ્દે હવે વિદેશ મંત્રી એસ જયશંકરની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. એસ જયશંકરે રવિવારે કહ્યું કે- હાલ જે ભારત છે તે ક્યારેય ત્રિરંગાનું અપમાન સાંખી નહીં લે. સાથે જ આ મુદ્દે તેમણે બ્રિટન પર પણ નિશાન સાધ્યું હતું. અને આ ઘટનાને બ્રિટીશ સુરક્ષાની બેદરકારી ગણાવી હતી.
શું કહ્યું વિદેશ મંત્રીએ?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- અમે લંડન, કેનેડા, સાન ફ્રાન્સિસ્કોમાં ઘટનાઓ જોઈ છે, ત્યાં ઘણાં જ ઓછા અલ્પસંખ્યક છે, તે અલ્પસંખ્યકની પાછળ અનેક હિત હોય છે. કેટલાંક હિત પાડોસીઓના છે, તમે પણ જાણો જ છો કયા, આવું જણાવીને તેમણે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું.
https://twitter.com/AHindinews/status/1642495159232532480
આ સાથે જ તેમણે બ્રિટનને લઈને કહ્યું- અમે ઘણાં જ સ્પષ્ટ છીએ કે જે દેશમાં એમ્બેસી હોય તે દેશનું દાયિત્વ છે કે રાજનાયિકોને સુરક્ષા પ્રદાન કરવી. અમે પણ આટલા બધાં વિદેશી દૂતાવાસોને સુરક્ષા પ્રદાન કરીએ છીએ. જો તેઓ સુરક્ષા નથી આપી શકતા તો ભારત તરફથી પણ પ્રતિક્રિયા આવશે. આ તે ભારત નથી જે પોતાના રાષ્ટ્રધ્વજને નીચે ખેંચવાની વાતનો સ્વીકાર કરશે.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે- અમારા ઉચ્ચાયુક્તે સૌથી પહેલું કામ એ કર્યું કે તેમણે એક મોટો રાષ્ટ્રધ્વજ મંગાવ્યો અને તેમણે તે ત્યાં જ ઈમારત પર લગાવી દીધો. આ ન માત્ર તે તથાકથિત ખાલિસ્તાનીઓ માટે એક નિવેદન હતું, પરંતુ આ અંગ્રેજો માટે પણ એક નિવેદન સમાન હતું કે આ મારો ઝંડો છે જો કોઈ તેનું અનાદર કરવાનો પ્રયાસ કરશે તો હું તે તેનાથી પણ વધુ મોટો કરી દઈશ. જયશંકરે કહ્યું- તે અર્થમાં આ વિચાર એક અલગ ભારતના છે, એક એવું ભારત જે ઘણું જ જવાબદાર અને દૃઢ છે.