Ram Mandir Flag: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તો રામ મંદિર પર ફરકાવવામાં આવનારી ખાસ ધજાને મધ્યપ્રદેશના રીવામાં તૈયાર કરાઈ છે. આ ધજા પર સૂર્ય અને ખાસ કોવિદાર વૃક્ષને અંકિત કરાયા છે.
આવો જાણીએ કે સૂર્ય અને કોવિદાર વૃક્ષને અંતે કેમ આ ધજા પર સ્થાન અપાયું છે? આ કઈ વસ્તુનું પ્રતીક છે?

હકિકતમાં સૂર્ય ભગવાન રામના વંશ સૂર્યવંશીને દર્શાવે છે. તો માનવામાં આવે છે કે કોઈ એક સમયે કોવિદાર વૃક્ષ અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાનું પ્રતીક હતું. જે પ્રકારે વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે, તેવી જ રીતે કોવિદાર વૃક્ષ અયોધ્યાનું રાજવૃક્ષ હતું.
ઉત્તરપ્રદેશ સંસ્કૃતિ વિભાગના અયોધ્યા શોધ સંસ્થાનના ડાયરેક્ટર ડૉ.લવકુશ દ્વિવેદીએ કોવિદાર વૃક્ષને લઈને શોધકર્તા લલિત મિશ્રાને દેશભરમાં વાલ્મીકિ રામાયણ પર બનેલા ચિત્રોના અધ્યયન કરવાના નિર્દેશ આપ્યા. આ સાથે જ શ્લોકને પણ સારી રીતે જાણવાનું કહ્યું. આ શોધમાં તે વાત સામે આવી કે ત્રેતા યુગમાં અયોધ્યા સામ્રાજ્યના ધજા પર કોવિદાર વૃક્ષ હતું.

મહારાજા પ્રતાપના વંશજ રાણા જગત સિંહે પોતાના સમયમાં સંપૂર્ણ વાલ્મીકિ રામાયણ પર ચિત્ર બનાવ્યા હતા. જેમાં ભરતને સેના સહિત ચિત્રકૂટ આવીને શ્રીરામને અયોધ્યા પરત આવવાનો આગ્રહ કર્યો હતો. ભારદ્વાજ આશ્રમમાં વિશ્રામ કરી રહેલા ભગવાન રામ અવાજ સાંભળીને લક્ષ્મણને જોવાનું કહે છે. ઉત્તરથી આવી રહેલી સેનાના રથ પર લાગેલી ધજાઓને જોઈને લક્ષ્મણ સમજી જાય છે કે સેના અયોધ્યાની છે. આ ધ્વજ પર કોવિદાર વૃક્ષ બનેલું હતું. આ પ્રસંગને લઈને વાલ્મીકિ રામાયણના 96માં સર્ગના 18માં શ્લોકમાં જણાવ્યું છે. તો 21મા શ્લોકમાં લક્ષ્મણ કહે છે, ભરતને આવવા દો. અમે તેમણે હરાવીને ધજાને અધીન કરી લઈશું. આ શ્લોકથી ખ્યાલ આવે છે કે તે સમયે અયોધ્યાનું રાજવૃક્ષ કોવિદારનું ઝાડ હતું, જેણે ધજા પર અંકિત કરાયું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
