Farooq Abdullah Ram Bhajan: ચૂંટણીમાં એક એકની મતની કિંમત હોય છે અને આ વાત જમ્મુ કાશ્મીરના પૂર્વ CMથી વધારે કોઈ નથી જાણતું. મત માટે જ નેતા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જતા જોવા મળે છે, અને કેટલાંક તો ભજન-કીર્તન પણ કરવાનું ચૂકતા નથી કે જેથી ભગવાનની સાથે મતદારોના પણ આશીર્વાદ મળી રહે.
નેશનલ કૉન્ફરન્સના કાર્યકર્તાના ઘરની મુલાકાત કરી
કટરામાં ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર રમન ભલ્લાના પ્રચારમાં સામેલ થવા પહોંચેલા ઈન્ડી ગઠબંધનના નેતા તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારુખ અબ્દુલ્લાએ મોડી સાંજે કટરામાં નેશનલ કોન્ફરન્સના કાર્યકર્તા અનિલ શર્મા ઉર્ફે બબ્બૂના ઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે ફારુખ અબ્દુલ્લાએ પરિવારના લોકો સાથે મુલાકાત કરી, બાદમાં તેઓ ભગવાન રામના રંગમાં પણ રંગાઈ ગયા. પોતાના અવાજમાં તેઓએ ભગવાન રામના ભજન રજૂ કર્યાં… ઢૂંઢો મોરે રામ… ઢૂંઢો મોરે રામ…
Katra: Jammu & Kashmir National Conference leader Farooq Abdullah sings Ram Bhajan. pic.twitter.com/FhHb710R65
— IANS (@ians_india) April 5, 2024
ફારુખ અબ્દુલ્લાના અવાજના ફેન થયા નેતા
ત્યાં ઉપસ્થિત નેતાઓના સાથી કાર્યકર્તાઓને ફારુખ અબ્દુલ્લાનો અવાજ ઘણો જ પસંદ પડ્યો. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુખ અબ્દુલ્લા જે પણ મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં જાય છે તેઓ ત્યાંના રંગમાં જ રંગાય જાય છે. ક્યારેક ભજન ગાા ફારુખ અબ્દુલ્લ જોવા મળે છે તો ક્યારેક ફિલ્મી ગીત પર નૃત્ય કરતા જોઈ શકાય છે. કેમકે ફારુખ અબ્દુલ્લા બહુ જ સારી રીતે જાણે છે કે જેવું વાતાવરણ હોય તે રીતે ઢળી જવું સારું છે તેનાથી જે તરફ હવા છે તે તરફ જ ચાલવું વધુ હિતાવહ છે. ત્યારે જ જનતા જનાર્દન મતરુપી આશીર્વાદ આપી સત્તા અપાવશે.
