Rajasthan:રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લામાં એક ખૂબ જ દુખદ ઘટના સર્જાઈ છે. ઉદયપુરવાટી તાલુકાના છાપોલી ગામમાં સોમવારે માર્ગ નિર્માણ કાર્ય સમયે કરન્ટ લાગવાથી 8 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઉદયપુરવાટી SHO રામપાલે આપેલી માહિતી પ્રમાણે માર્ગ નિર્માણ સમયે કન્સ્ટ્રક્શન મશીન ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન ઈલેક્ટ્રીસિટી લાઈનના સંપર્કમાં આવી ગયું હતું. હાઈટેન્શન લાઈનને સ્પર્શ કરતાં જ કરન્ટ વહેતો થયો હતો અને તેને લીધે ત્યા કામ કરી રહેલા શ્રમિકોને વીજળાના આંચકા લાગ્યા હતા.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ ઘટના સ્થળે ધરણા શરૂ કરી દીધા હતા. આ ઘટના બાદ ધારાસભ્ય ભગવાનારામ સૈની અને DSP સુગન સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.આ ઘટના અંગે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુખ વ્યક્ત કરી અધિકારીઓને ઈજાગ્રસ્તોના ઉપચાર તથા પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાયતા આપવા આદેશ કર્યાં છે.
CM ભજનલાલે દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ઝુંઝુનુંમાં સર્જાયેલ ઘટનામાં શ્રમિકોની આકસ્મિક મોતના સમાચાર ખુબ જ દુખદ છે. સંબંધિત અધિકારીઓને ઈજાગ્રસ્તોની સારવાર તથા પરિવારોને શક્ય તમામ સહાયતા આપવા અને ઘટનાની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઈશ્વરને પ્રાર્થના છે કે દિવંગત આત્માકને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે તથા ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય.
