Jaipur Ajmer Highway Accident: મોડી રાત્રે રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઇવે પર એક મોટો અકસ્માત થયો હતો. એલપીજી સિલિન્ડરો ભરેલા ટ્રક અને એક ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ, જેના પછી ટ્રકમાં રાખેલા એક પછી એક લગભગ 200 સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે અને બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી તેના અવાજ સંભળાયા હતા.
અકસ્માતનું કારણ
અહેવાલો અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ (RTO) ચેકિંગને કારણે થયો હતો. આરટીઓ ચેકિંગથી બચવા માટે ટેન્કરના ડ્રાઇવરે અચાનક પોતાનું વાહન ઢાબા (ખાણી-પીણીની દુકાન) તરફ વાળી દીધું. આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ, જેના કારણે આ ગંભીર ઘટના બની.
जयपुर-अजमेर एक्सप्रेस हाईवे पर सावरदा पुलिया के पास LPG सिलेंडर से भरे ट्रक और अजमेर की तरफ से आ रहे केमिकल से भरे टैंकर में जोरदार टक्कर हो गई। फिर एक के बाद एक सिलेंडर फटने लगे। धमाकों से करीब दस किलोमीटर तक हाईवे दहल उठा।#Rajasthan #Ajmer #RajasthanNews #Breaking #Accident pic.twitter.com/x3GGcrAZaM
— Aman Upadhyay (@amansupadhyay) October 8, 2025
ટ્રકમાં 250થી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ 2 કલાક સુધી સિલિન્ડર ફાટતા રહ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓએ સખત પ્રયત્નો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો
તપાસના આદેશ
સીએમએચઓ જયપુર-I રવિ શેખાવતે માહિતી આપી કે અકસ્માતગ્રસ્ત વાહનના ડ્રાઇવરને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જોકે બંને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ગુમ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તપાસના નિર્દેશ આપ્યા છે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને માહિતી આપી હતી કે સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.
