કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત જઈ શકે છે. અહીં તે 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે સુરત કોર્ટમાં અરજી કરી શકે છે. તાજેતરમાં CJM કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને કોર્ટમાં પડકારવા માટે રાહુલને એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરવામાં આવી છે. સોમવારે સુરત પહોંચ્યા બાદ રાહુલ કોર્ટમાં અરજી કરી શકે છે.
માનહાનીના કેસમાં આવતી કાલે એટલે કે 3 જી માર્ચના રોજ રાહુલ ગાંધી સુરત આવશે. માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી હાઈકોર્ટ નહિ જાય સુરતની સેશન્સ કોર્ટમાં જ અપીલ કરશે. આ વખતે રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્હીના નિષ્ણાંત વકીલોની ટીમ જ હેન્ડલ કરશે. આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા હોય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત પહોચી રહ્યા છે
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટક ખાતે મોદી સરનેમ અંગે કરેલા નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. અંદાજીત 4 વર્ષ ચાલેલા આ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીને જે તે સમયે જામીન પણ મળી ગયા હતા. બીજી તરફ રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઇ હોય તેઓનું સાંસદ સભ્ય પદ પણ રદ થયું છે. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થતા રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે
આ સમગ્ર કેસ અંગે આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી માનહાનીના કેસમાં હાઈકોર્ટ નહી જશે. સુરતની સેશન્સ કોર્ટમાં જ અપીલ કરશે. હવે રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ જ હેન્ડલ કરશે. રાહુલ ગાંધી આવતી કાલે સુરત આવી રહ્યા હોય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત પહોચી રહ્યા છે. અમિત ચાવડા, ભરત સિહ સોલંકી સહિતના નેતાઓ સુરત પહોચી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવી રહ્યા છે. આજ સાંજ સુધીના અશોક ગેહલોત પણ ગુજરાત આવી શકે છે.
શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં મોદી સરનેમ વિશે આપેલા વિવાદિત નિવેદન મુદ્દે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. સુરત કોર્ટે કલમ 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે રાહુલને 2 વર્ષની સજા અને 15 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યાર પછી તેમનાં જામીન મેળવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને તેમને જામીન મળી ગયા છે. આ મુદ્દે ફરિયાદ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ ચૂકાદાને આવકાર્યો છે.