ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા નવજોતસિંહ સિદ્ધૂની (Navjot Singh Sidhu) 26 જાન્યુઆરીએ જેલમાંથી મુક્તીને લઈને અડચણ આવી છે. ગણતંત્ર દિવસ પર છોડવામાં આવનારા કેદીઓની યાદીને લઈને હજુ સુધી પંજાબ સરકારે મંજૂરી નથી આપી. પંજાબ સરકારની કેબિનેટની બેઠકમાં કેદીઓની તૈયાર યાદી પર વિચાર કરવામાં આવશે. આ બેઠક પહેલાં 1 ફેબ્રુઆરીએ મળવાની હતી, પરંતુ હવે આ બેઠક 3 ફેબ્રુઆરીએ મળશે. એવામાં સિદ્ધૂની ((Navjot Singh Sidhu) જેલમુક્તીની હાલ આશા ઓછી લાગી રહી છે.
3 ફેબ્રુઆરીએ પંજાબ કેબિનેટમાં નિર્ણય લેવાશે જે બાદ આ ફાઈલને પંજાબના રાજ્યપાલની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માન ઈચ્છે તો આ અંગેની જાહેરાત કરી શકે છે અને નિર્ણય પણ લઈ શકે છે. હવે બધાની નજર તે વાત પર ટકી છે કે પંજાબ સરકાર સિદ્ધૂની જેલમુક્તીને લઈને કોઈ નિર્ણય લે છે નહીં. વર્ષ 1988ના રોડ રેજ મામલે સિદ્ધૂ હાલ પટિયાલા જેલમાં સજા ભોગવી રહ્યો છે.
સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યું
નવજોતસિંહ સિદ્ધૂની જેલમુક્તીને લઈને કોંગ્રેસના એક જૂથમાં જશ્નનો માહોલ છે. સિદ્ધૂના સમર્થક નિવેદન આપી રહ્યાં છે તે જેલમાંથી મુક્ત થશે ત્યારે તેઓ તેમનું જોરદાર સ્વાગત કરશે. ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસ હાઈકમાન ખાસ કરીને પ્રિયંકા ગાંધી નવજોતસિંહ સિદ્ધૂને મોટી ભૂમિકા આપવાના મૂડમા છે. એવામાં તેઓ જેલમાંથી મુક્ત ન થતા સમર્થકોની આશા પર હાલ તો પાણી ફરી વળ્યું છે.
કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં સામેલ નહીં થાય
નવજોતસિંહ સિદ્ધૂને જેલમાંથી મુક્ત કરવાની ચર્ચાઓ વચ્ચે પંજાબના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની પઠાનકોટ રેલીમાં પણ આ વાતને લઈને સીનિયર કોંગ્રેસી નેતાઓમાં ચર્ચા જોવા મળી. રાહુલ ગાંધીએ તેમણે કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું છે, જ્યાં ભારત જોડો યાત્રા ખતમ થવાની છે. પરંતુ હવે સિદ્ધૂ નહીં જઈ શકે.
કોંગ્રેસ અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા સિદ્ધૂના પત્ની
સિદ્ધૂના પત્ની નવજોત કૌર સિદ્ધૂએ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. નવજોતે પોતાના પતિને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમના રાજનીતિક ભવિષ્યને લઈને કોંગ્રેસ હાઈકમાન સાથે ચર્ચા પણ કરી હતી.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.