Aviva Baig Raihan Vadra Engagement: ગાંધી પરિવારમાં ટૂંક સમયમાં લગ્નની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન ગાંધી ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાનો પુત્ર રેહાન છેલ્લા સાત વર્ષથી અવિવાને ડેટ કરી રહ્યો હતો. વાડ્રા પરિવારે પણ તેમના સંબંધને મંજૂરી આપી હતી. હવે તેમની સગાઈ થઈ ગઈ છે.
ખાનગીમાં સંપન્ન થઈ સગાઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેહાન ગાંધી અને અવીવા બેગની સગાઈ અગાઉથી જ થઈ ચૂકી છે. આ સગાઈ સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના નજીકના સભ્યો જ સામેલ થયા હતા. રેહાન અને અવીવા છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં રેહાને અવીવાને પ્રપોઝ કર્યું હતું અને બંને પરિવારોની સહમતિ મળ્યા બાદ આ સગાઈ કરવામાં આવી હતી.
કોણ છે અવીવા બેગ?
અવીવા બેગનો પરિવાર દિલ્હીનો રહેવાસી છે. અવીવા પોતે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને તે ‘Atelier 11’ ની કો-ફાઉન્ડર પણ છે. અવીવાની ફોટોગ્રાફીનું કામ અનેક પ્રદર્શનોમાં પ્રદર્શિત થઈ ચૂક્યું છે, જેમાં ખાસ કરીને ઈન્ડિયન આર્ટ ફેરના 'યંગ કલેક્ટર્સ પ્રોગ્રામ' અંતર્ગત યોજાયેલા મોટા પ્રદર્શનમાં પણ તેણે ભાગ લીધો હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી આર્ટ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન ગાંધીની ઉંમર 24 વર્ષ છે. રેહાન પોતે પણ એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે અને તેણે ‘ડાર્ક પરસેપ્શન’ (Dark Perception) નામે પોતાનું એક સોલો એક્ઝિબિશન પણ યોજ્યું છે. રેહાનને ખાસ કરીને ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગમાં ખૂબ જ રસ છે.
