Premanand Maharaj Disciple Suicide: સંત પ્રેમાનંદ મહારાજના શિષ્યએ કરેલી આત્મહત્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 25 ડિસેમ્બરના રોજ શિષ્ય રસિક દુલારી ઉર્ફે દીપક લોધીએ આત્મહત્યા કરી લીધી હતી. હવે આ આત્મહત્યા મામલે ગુરુકૃપા કુંજ એપાર્ટમેન્ટના એક બાદ એક સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સામે આવેલા ફૂટેજમાં રસિક દુલારી પોતાના ફ્લેટમાંથી નિકળીને છત પર જતા જોઈ શકાય છે. વીડિયોમાં તેઓ પરેશાન જણાય છે અને અંતમાં તેઓ છત પરથી કુદીને આત્મહત્યા કરી લે છે.
સૌથી નવાઈની વાત એ છે કે, જ્યારે તેઓ છત પર પહોંચો છે ત્યારે તેમની સાથે કોઈપણ સાધક હોતા નથી, જોકે જ્યારે તેઓ છલાંગ લગાવે છે ત્યારે તેમની તરફ એક સાધક આવતા જોવા મળે છે.
ચોથા માળેથી લગાવી છલાંગ
રસિક દુલારીના મોતના ત્રીજા દિવસે પહેલા સીસીટીવી ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ સીસીટીવીમાં રસિક દુલાઈ ચોથા માળેથી નીચે છલાંગ લગાવતા જોઈ શકાય છે. ત્યારે જ નીચે એક સાધક તેમની નજીકથી સાઈકલ લઈને પસાર થાય છે. આ સીસીટીવી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી.
27 સપ્ટેમ્બરે કરી હતી આત્મહત્યા
29 સપ્ટેમ્બરના રોજ બીજા સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં તેઓ છત પર તડપી રહ્યા હતા અને બાદમાં તેમણે ધાબા પરથી છલાંગ લગાવી દીધી હતી. જેવી તેમણે છત પરથી છલાંગ લગાવી તરત જ એક સાધક તેમની તરફ દોડતો આવ્યો હતો.
કપડામાં જોવા મળ્યા લોહીના ડાઘ
પાંચ ઓક્ટોબરના રોજ ઈન્ટરનેટ પર ત્રીજા સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં રસિક દુલારી પોતાના ફ્લેટમાંથી નિકળીને છત પર જતા જોઈ શકાય છે. સૌથી અગત્યની વાત એ છે કે આ સમયે તેમના કપડામાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. જેને લઈને આત્મહત્યા પહેલાની પરિસ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
6 ઓક્ટોબરના રોજ શું થયું?
તમને જણાવી દઈએ કે, 6 ઓક્ટોબરના રોજ ચોથા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ સીસીટીવીમાં રસિક દુલારી શરણ પોતાના કપડા સંભાળે છે અને સીડીની મદદથી ઉપર જતા જોઈ શકાય છે. આ વીડિયોમાં પણ તેમની સાથે કોઈ અન્ય વ્યક્તિ જોવા મળતો નથી. આમ અત્યાર સુધી સામે આવેલા 4 સીસીટીવીમાં પ્રેમાનંદના શિષ્ય રસિક દુલાઈ એકલાં જ છત પર જતા જોવા મળી રહ્યા છે.
