Karnataka: કર્ણાટક કોંગ્રેસના મંત્રી પ્રિયાંક ખડગેએ RSS અને બજરંગદળ પર પ્રતિબંધ લાદવાના નિવેદન પર BJPએ જવાબી હુમલો કર્યો છે. અધ્યક્ષ નલિન કતીલે કહ્યું કે પ્રિયાંક ખડગેએ RSS પર પ્રતિબંધ લાદ્યવાની વાત કરી છે, પીએમ RSSના સ્વયંસેવક છે જેઓ સેન્ટ્રલ પોઝિશનમાં છે અને અમે દરેક પણ RSSના સ્વયંસેવક છે.
નેહરુ, ઈન્દિરા ગાંધી, નરસિમ્હારાવ સરકારે RSS પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. તેમણે કહ્યું કે બજરંગ દળ અને RSS પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો તો કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. સારુ થશએ કે પ્રિયાંક ખડગે દેશનો ઈતિહાસ જાણી લે. તેમણે નિવેદન આપતા પહેલા ધ્યાન આપવું જોઈએ.
તે જ સમયે કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે આરએસએસ પર પ્રતિબંધ લગાવીને બતાવો. તેમણે કહ્યું- મને કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેના શબ્દોમાં રસ નથી, પરંતુ મને RSS અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવા પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વિચારોમાં રસ છે. હું તેમને આ સંગઠનો પર પ્રતિબંધ મૂકવા માટે પડકાર ફેંકી રહ્યો છું. કેન્દ્ર સરકાર સિવાય આ સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની સત્તા કોઈ પાસે નથી.
પ્રિયાંક ખડગેએ આપ્યું હતું આ નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ 25 મેના રોજ કહ્યું હતું કે તેમની સરકાર કર્ણાટકમાં શાંતિ ભંગ અથવા સાંપ્રદાયિક વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ સંગઠન પર પ્રતિબંધ મુકવામાં અચકાશે નહીં.