PM Modi In Assam: આસામમાં એક જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આસામની ભૂમિ પ્રત્યેનો મારો લગાવ,તેના લોકોનો પ્રેમ અને સ્નેહ તથા ખાસ કરીને આસામ અને પૂર્વોત્તરની માતાઓ અને બહેનોનો સ્નેહ મને સતત પ્રેરણા આપે છે અને પૂર્વોત્તરના વિકાસને મજબૂત બનાવે છે. આજે ફરી એકવાર આસામના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે.
PM મોદીએ કહ્યું કે જેમ આસામમાં વિશાળ બ્રહ્મપુત્રની ધારા ક્યાય અટકતી નથી બસ એવી જ રીતે ભાજપની ડબલ એન્જીનની સરકારમાં આ વિકાસ ધારા સતત વહી રહી છ. આજે અહીંથી લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન અમારા સંકલ્પનો ઉત્તમ પૂરાવો છે.
આસામમાં SIR અંગે બોલતા PM મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ચૂંટણી પંચ એ બાબત સુનિશ્ચિત કરવા SIR શરૂ કર્યું છે કે ઘૂસણખોરોને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે, પણ દેશદ્રોહી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પૂર્વોત્તરમાં અગાઉ હિંસા આજે 5G ટેકનોલોજી
વડાપ્રધાનએ કહ્યું કે એક સમયે હિંસાથી ગ્રસ્ત સ્થિતિનો સામનો કરનાર પૂર્વોત્તર હવે 4G અને 5G ટેકનોલોજી દ્વારા ડિજિટલ કનેક્ટિવિટીનો અનુભવ કરી રહ્યું છે. એક સમયે હિંસાગ્રસ્ત ગણાતા જિલ્લાઓ હવે "મહત્વાકાંક્ષી જિલ્લાઓ" તરીકે વિકાસ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ વિસ્તારો ઔદ્યોગિક કોરિડોર પણ બનશે. તેથી પૂર્વોત્તરમાં એક નવો વિશ્વાસ જાગ્યો છે.
પૂર્વોત્તરનો વિકાસ કોંગ્રેસના એજન્ડામાં ન હતો - PM મોદી
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારો માટે આસામ અને પૂર્વોત્તરનો વિકાસ તેમના એજન્ડામાં ન હતો. કોંગ્રેસ સરકારોમાં રહેલા લોકો કહેતા હતા "આસામ અને પૂર્વોત્તરમાં કોણ જાય છે? તેઓ માનતા હતા કે આસામ અને પૂર્વોત્તરને આધુનિક એરપોર્ટ વધુ સારા રેલ્વે અને હાઇવેની જરૂર છે.
આ માનસિકતાને કારણે કોંગ્રેસ દાયકાઓ સુધી આ સમગ્ર પ્રદેશની અવગણના કરતી રહી. મોદી દાયકાઓથી કોંગ્રેસે કરેલી ભૂલોને એક પછી એક સુધારી રહ્યા છે.
'એક્ટ ઇસ્ટ પોલિસી'દ્વારા પૂર્વોત્તરને પ્રાથમિકતા આપી-PM મોદી
તેમણે કહ્યું કે અમે 'એક્ટ ઇસ્ટ પોલિસી' દ્વારા પૂર્વોત્તરને પ્રાથમિકતા આપી હતી અને આજે આપણે આસામને ભારતના 'પૂર્વીય પ્રવેશદ્વાર' તરીકે ઉભરી રહ્યું છે.આસામ ભારતને ASEAN દેશો સાથે જોડવામાં પુલની ભૂમિકા ભજવી રહ્યું છે, અને આ શરૂઆત ખૂબ આગળ વધશે.
