OPEN IN APP

Andaman Nicobar: તમામ પરમવીરોનો એક જ સંકલ્પ હતો ઈન્ડિયા ફર્સ્ટ, આંદામાન-નિકોબાર દ્વીપના નામકરણને લઈને PM મોદીએ શું કહ્યું

By: Jignesh Trivedi   |   Updated: Mon 23 Jan 2023 05:53 PM (IST)
pm-modi-andamans-nicobar-21-island-name-change-with-param-vir-chakra-awardees-81929

Andaman Nicobar: PM મોદીએ સોમવારે આંદામાન-નિકોબાર (Andaman Nicobar) દ્વીપ સમૂહના 21 દ્વીપનું નામકરણ કર્યું. પરાક્રમ દિવસ પર વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્ર બોઝને (Subhash Chandra Bose) સમર્પિત દ્વીપ પર બનનારા સ્મારકના મોડલનું પણ અનાવરણ કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) વધુમાં કહ્યું કે આજના આ દિવસને આઝાદીના અમૃત કાળમાં એક મહત્વપૂર્ણ અધ્યાયના રૂપમાં આવનારી પેઢીઓ યાદ કરશે. આપણી આવનારી પેઢીઓ માટે આ દ્વીપ એક ચિરંતર પ્રેરણાનું સ્થળ બનશે. હું તમામને આ માટે ઘણો જ આભાર વ્યક્ત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે- આંદામાન અને નિકોબાર (Andaman Nicobar) દ્વીપ સમૂહના 21 દ્વીપોનું નામકરણ થયું. આ 21 દ્વીપોને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામથી ઓળખવામાં આવશે. જે દ્વીપ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ રહ્યાં હતા, ત્યાં તેમના જીવન અને યોગદાનને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું છે.

પહેલી વખત આંદામાનની ધરતી પર લહેરાવવામાં આવ્યો હતો તિરંગોઃ વડાપ્રધાન
વડાપ્રધાને આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું- આંદામાનની આ ધરતી તે છે જ્યાં પહેલી વખત તિરંગા ફરકાવવામાં આવ્યો હતો. જ્યાં પહેલી વખત સ્વતંત્ર ભારતની સરકાર બની. આજે નેતાજી સુભાષ બોઝની જયંતી છે. દેશ આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોદીએ કહ્યું- વીર સાવરકર અને દેશ માટે લડનારા અનેક નાયકોને આંદામાનની આ ભૂમિમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. 4-5 વર્ષ પહેલાં જ્યારે હું પોર્ટ બ્લેયર ગયો હતો ત્યારે મેં ત્યાંના 3 મુખ્ય દ્વીપના ભારતીય નામ સમર્પિત કર્યા હતા.

દ્વીપના નામકરણનો સંદેશ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત': વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું- જે 21 દ્વીપને આજે નવા નામ મળી ગયા છે, તેમના નામકરણમાં અનેક સંદેશ નિહિત છે. સંદેશ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો છે. આ સંદેશ આપણાં સશસ્ત્ર દળની બહાદુરીનું છે. મોદીએ કહ્યું- તમામ 21 પરમવીરોનો એક જ સંકલ્પ હતો ઈન્ડિયા ફર્સ્ટ. તેમણે વધુમાં કહ્યું- આજે આ દ્વીપના નામકરણથી તેમનો સંકલ્પ સદાય માટે અમર થઈ ગયો. આંદામાનની ક્ષમતા ઘણી જ મોટી છે. છેલ્લાં 8 વર્ષમાં દેશે આ દિશામાં સતત પ્રયાસ કર્યા છે. તેમણે કહ્યું- દશકાઓ સુધી દેશની ક્ષમતાને ઓછી કરીને આંકવામાં આવી, પરંતુ હવે ભારતને આધુનિક વિકાસની ઉંચાઈઓ સ્પર્શવામાં સક્ષમ દેશ તરીકે જોવામાં આવે છે. ભારતના દ્વીપ દુનિયાને ઘણું બધું આપી શકે છે. પરંતુ પહેલા આ ક્ષમતાને ઓળખવામાં આવતી ન હતી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી ન હતી.

સેનાનો ઉત્સાહ વધારવાનો પ્રયાસઃ અમિત શાહ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આજે વડાપ્રધાન મોદીની આ પહેલ અંતર્ગત આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના 21 મોટા દ્વીપને આપણાં પરમવીર ચક્ર વિજેતાઓના નામની સાથે જોડવામાં આવ્યા છે અને જ્યાં સુધી આ ધરતી રહેશે, તેમની સ્મૃતિને યથાવત રાખવાનો પ્રયાસ સેનાના ઉત્સાહને વધારશે. શાહે કહ્યું- વડાપ્રધાન મોદીના મજબૂત નેતૃત્વમાં લેવામાં આવેલા તમામ નિર્ણય નિશ્ચિત રૂપે ભારતના સ્વતંત્રતા આંદોલનની સાથે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના જોડાણને સ્વીકારે છે અને તેમની સરાહના કરે છે.

આંદામાન અને નિકોબાર દ્વીપ ગ્રૂપના સૌથી મોટા દ્વીપનું નામકરણ પ્રથમ પરમવીર ચક્ર વિજેતાના નામે કરાયું. દ્વીપનું આ નામકરણ રાષ્ટ્રની સંપ્રભુતા અને અખંડતાની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર નાયકોના શ્રદ્ધાંજલિ તરીકે કરાયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે પરમવી ચક્ર વિજેતાઓના નામ પર દ્વીપના નામ રાખવામાં આવતા આવનારી પેઢીઓ માટે પ્રેરણનું સ્થળ બનેશ.

21 શૂરવીરના નામ

સંખ્યારેન્કનામ
1કેપ્ટનજીએસ સલારિયા
2લેફટનન્ટ કર્નલધાનસિંહ થાપા
3લેફટનન્ટ કર્નલઅર્દેશિર બુર્જોરજી તારાપોર
4સેકન્ડ લેફટનન્ટઅરુણ ક્ષેત્રપાલ
5મેજપરમેશ્વરમ
6નાયબ સુબેદારબના સિંહ
7કેેપ્ટનવિક્રમ બત્રા
8લેેફટનન્ટમનોજકુમાર પાંડે
9સુબેદાર મેજરસંજય કુમાર
10સુબેેદાર મેજરયોગેન્દ્રસિંહ યાદવ
11મેેજરપીરુ સિંહ
12સુબેદારજોગિંદર સિંહ
13મેજરશૈતાન સિંહ
14કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદારઅબ્દુલ હમીદ
15લાંસ નાયકઅલ્બર્ટ એક્કા
16મેજરહોશિયાર સિંહ
17ફ્લાઈંગ ઓફિસરનિર્મલસિંહ શેખોં
18મેજરસોમનાથ શર્મા
19નાયકજદુનાથ સિંહ
20સેકન્ડ લેેફટનન્ટરામ રાધોબા રાણે
21સુબેદારકરમ સિંહ

2018માં પણ બદલ્યા 3 દ્વીપના નામ
આ પહેલાં વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 75મી વર્ષગાંઠ પર આંદામાન-નિકોબારના ત્રણ દ્વીપના નામ બદલ્યા હતા. રોસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ, નીલ દ્વીપનું નામ બદલીને શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ બદલીને સ્વરાજ દ્વીપ કરી દેવાયું હતું.

https://youtu.be/l1PEUqeVLfM

ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.