Niti Aayog Meeting: દેશની સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યા બાદ વિપક્ષી રાજકીય પક્ષોએ નીતિ આયોગની બેઠકમાં પણ સરકારનો વિરોધ કર્યો છે. આજે (27 મે) યોજાનારી આ બેઠકમાં સીએમ નીતિશ કુમાર, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને કેસીઆરે તેના બહિષ્કારની જાહેરાત કરી હતી.
બેઠકના બહિષ્કારની જાહેરાત કરવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર સામે લાવવામાં આવેલ વટહુકમ છે. સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ નિર્ણયને પલટી નાખ્યો હતો.
શું છે બેઠકનો એજન્ડા?
નીતિ આયોગની આજની બેઠકનો એજન્ડા 2047માં ટીમ ઈન્ડિયાની ભૂમિકા છે, પરંતુ બેઠક પહેલા જ ટીમ ઈન્ડિયા વેરવિખેર જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9:30 વાગ્યે આ બેઠકનું ઉદ્ઘાટન કરશે. પીએમ નીતિ આયોગના અધ્યક્ષ છે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આજની આ બેઠકમાં આઠ મુખ્ય વિષયો પર ચર્ચા થશે.
કયા મુદ્દાઓ પર આ બેઠક યોજાશે?
વિજ્ઞાન ભવન ખાતે યોજાનારી આ બેઠક MSMEs, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા પર યોજાનાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેઠક વિકસિત ભારત અંગે ચર્ચા કરવાની છે.