NIRF Ranking 2024 List: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે સોમવારે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF રેન્કિંગ 2024)ની યાદી બહાર પાડી છે. NIRF રેન્કિંગ 2024ની યાદી અનુસાર, IIT મદ્રાસને એકંદર કેટેગરીમાં દેશભરની ટોચની સંસ્થા જાહેર કરવામાં આવી હતી, જ્યારે AIIMS, IIM અમદાવાદ, હિન્દુ કોલેજ પોતપોતાની શ્રેણીઓમાં ટોપ પર રહી છે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT મદ્રાસ સતત છઠ્ઠા વર્ષે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF 2024 રેન્કિંગ)માં ટોચ પર રહી છે, જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ IISc બેંગલુરુને સતત નવમી વખત શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે પસંદ કરવામાં આવી છે. આ રેન્કિંગને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ની સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર જોઈ શકો છો.
NIRF રેન્કિંગ ફ્રેમવર્કિંગમાં ઓવરઓલ ગ્રેડમાં ગુજરાતની માત્ર એક સરકારી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે અને તે છે ગુજરાત યુનિવર્સિટી. ઓવરઓલ ટોપ 100માં ગુજરાત યુનિવર્સિટી 94મા ક્રમે છે, જ્યારે યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 76મા ક્રમે છે. આ સિવાય ગુજરાતની એક પણ સરકારી સંસ્થાનો સમાવેશ થતો નથી.
વાંચોઃ IIM Ahmedabad: IIMA સતત પાંચમા વર્ષે NIRF દ્વારા શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાનો ક્રમાંક મેળવ્યો
શિક્ષણ અને સંસાધનો (30%), સંશોધન અને વ્યવસાયિક વ્યવહાર (30%),સ્નાતક પરિણામો (20%), આઉટરીચ અને સમાવેશીતા (10%), અને પર્સેપ્શન (10%)ના આધારે NIRF રેન્કિંગ આપવામાં આવે છે, જેમાં ગુજરાતની માત્ર એક સરકારી યુનિવર્સિટીનો NIRFમાં સમાવેશ થયો છે.
NIRF Ranking 2024 Overall : ભારતની ટોચની 10 સંસ્થાઓ, ગુજરાત કયાં
| સંસ્થા | શહેર | રેન્ક |
| IIT મદ્રાસ | ચેન્નાઈ | 1 |
| IISc | બેંગલુરુ | 2 |
| IIT બોમ્બે | મુંબઈ | 3 |
| IIT દિલ્હી | દિલ્હી | 4 |
| IIT કાનપુર | કાનપુર | 5 |
| IIT ખડગપુર | ખડગપુર | 6 |
| AIIMS નવી દિલ્હી | દિલ્હી | 7 |
| IIT રુડકી | રુડકી | 8 |
| IIT ગુવાહાટી | ગુવાહાટી | 9 |
| જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) | દિલ્હી | 10 |
| ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી | ગાંધીનગર | 29 |
| ગુજરાત યુનિવર્સિટી | અમદાવાદ | 94 |
| સંસ્થા | શહેર | રેન્ક |
| IISc | બેંગલુરુ | 1 |
| જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) | દિલ્હી | 2 |
| જામિયા મિલિયા ઈસ્લામિયા | દિલ્હી | 3 |
| મણીપાલ યુનિવર્સિટી | મણીપાલ | 4 |
| બનારસ હિન્દુ યુનિવર્સિટી | વારાણસી | 5 |
| યુનિવર્સિટી ઓફ દિલ્હી | દિલ્હી | 6 |
| ગુજરાત યુનિવર્સિટી | અમદાવાદ | 76 |
