Nimesulide Banned: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 100 MG થી વધુ ક્ષમતા ધરાવતી 'નિમેસુલાઈડ' પેઈન કિલર ટેબ્લેટ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ કડક પગલું સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર જોખમોને જોતા લેવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે આ નિર્ણય 'ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ' (DTAB) સાથે સલાહ-સુચન બાદ લીધો છે. આ પ્રતિબંધ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 ની કલમ 26A હેઠળ લાદવામાં આવ્યો છે. સરકાર દ્વારા પેઈન કિલરના 100 MG થી વધુના તમામ ઓરલ ફોર્મ્યુલેશનના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે.
The government has banned the manufacture of the painkiller nimesulide and has also prohibited the sale of all oral formulations of this popular painkiller containing more than 100 mg. pic.twitter.com/gfw1DYUlTi
— ANI (@ANI) December 31, 2025
શા માટે આ દવા પર પ્રતિબંધ મુકાયો?
100 મિલીગ્રામથી વધુ નિમેસુલાઈડનું સેવન મનુષ્યો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દર્દથી રાહત મેળવવા માટે બજારમાં અન્ય ઘણા સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી જોખમી દવાના ઉપયોગની જરૂર નથી. નિમેસુલાઈડ એ એક નોન-સ્ટેરોઈડલ દવા છે જેનો ઉપયોગ દર્દ નિવારક તરીકે થાય છે. નિમેસુલાઈડના જોખમો વિશે સરકાર પહેલાથી જ એલર્ટ હતી. વર્ષ 2011માં આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભારત પહેલા વિશ્વના અનેક દેશો આ દવા પર પ્રતિબંધ લાદી ચૂક્યા છે. યુરોપના ઘણા દેશો જેવા કે ફિનલેન્ડ, સ્પેન, આયર્લેન્ડ અને બેલ્જિયમે 2007માં જ આના પર પાબંદી લગાવી દીધી હતી. આ ઉપરાંત, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં પણ નિમેસુલાઈડના ઉપયોગ પર પ્રતિબંધ છે.
