New Parliament Building: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવશે. અલબત આ ભવ્ય સંસદ ભવનનો સૌ પ્રથમ વખત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગૃહમાં દરેક સાંસદની સીટની આગળ મલ્ટીમીડિયા ડિસ્પ્લે પણ લાગેલું છે. સંસદના બન્ને ગૃહમાં વોટિંગ માટે તદ્દન નવી ટેકનોલોજીનો સંસદમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતના આ નવા સંસદ ભવનનો આકાર ત્રિકોણાકારમાં ડિઝાઈન કરવામાં આવી છે. લોકસભા હૉલમાં 888 સાંસદ બેસી શકે છે જ્યારે રાજ્ય સભા હૉલમાં 384 સાંસદ બેસી શકે છે. દરેક રંગની થીમ વાળી જગ્યા લોકસભા છે. નવા બનેલા લોકસભા હૉલમાં સંયુક્ત સત્રો માટે 1,272 બેઠક હોઈ શકે છે. તેના ફ્લોરનું આયોજન રાષ્ટ્રીય પક્ષી મોરના થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.
#WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu
— ANI (@ANI) May 26, 2023
- નવા સંસદ ભવનની શુ વિશેષતા છેઃ-
- નવી સંસદમાં PM બ્લોક બિલકુલ અલગ છે
- આશરે 800 સાંસદોની બેસવાની વ્યવસ્થા અલગથી તૈયાર કરી શકાય છે.
- નવા સંસદમાં પ્રવેશ માટે ફક્ત બાયોમેટ્રિક પાસ જ ચાલશે.
- સાંસદો માટે તથા સ્ટાફ માટે નવા પાસ તૈયાર કરવામાં આવશે.
- સાંસદ ફૂડ એપ મારફતે કેન્ટીનમાંથી ભોજન મંગાવી શકશે.