Amit Shah In Bihar: દેશના ગૃહમંત્રી અમિત શાહે બિહાર પ્રવાસ સમયે JDU અને RJDના ગઠબંધનવાળી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અમે પ્રજાની વચ્ચે આવશું અને મહાગઠબંધનની સરકારને ઉખાડી ફેકશું.
નીતિશ કુમાર વડાપ્રધાન નહીં બને, કારણ કે દેશની પ્રજાએ નક્કી કર્યું છે કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. હવે નીતિશ કુમારને પાછા ન લેવામાં આવે તે પ્રજાનું મન છે. લોકસભા ચૂંટણી બાદ બિહાર સરકાર તેના ભારથી જ પડી જશે અને ભાજપની સરકાર બનશે. તેમણે આ સાથે લોકોને એમ પણ કહ્યું કે 40માંથી 40 બેઠક આપો, તોફાનો ફેલાવનારાઓને ઉંધા લટકાવીને સીધા કરી દેશું.
https://twitter.com/ANI/status/1642467373931196416
અમિત શાહે કહ્યું કે બિહારની પ્રજાએ નક્કી કરી લીધુ છે કે લોકસભાની તમામ 40 બેઠક પર મોદીજીનું કમળ ખિલશે. જો કોઈને આશંકા છે કે ચૂંટણી પરિણામો બાદ ભાજપ JDUને ફરીથી NDAમાં લઈ લેશે તો હું કહેવા માગુ છું કે તેમના માટે હંમેશને માટે દરવાજા બંધ થઈ ગયા છે.
તેમણે કહ્યું કે જે સરકાર પાસે જંગલરાજના લાલુ પ્રસાદનો પક્ષ છે શું તે બિહારમાં શાંતિ સ્થાપિ શકે છે. નીતિશની સત્તાની ભૂખને લીધે તેઓ લાલુ પ્રસાદના ખોળામાં બેસી ગયા.
અહીં રાજ્ય સરકાર સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મે લલન સિંહને ફોન કર્યો તો તે નારાજ થઈ ગયા. મારે સાસારામ જવાનું હતું, પણ કમનસીબ સ્થિતિને લીધે ત્યાં લોકો મરી રહ્યા છે, ગોળીઓ ચાલી રહી છે અને ટીયર ગેસ છોડવામાં આવી રહ્યો છે.
હું હવે પછીની મારી યાત્રા સમયે સાસારામ ચોક્કસ આવીશ. કોંગ્રેસ, JDU, RJD, મમતા (TMC), DMK રામ મંદિરનો વિરોધ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને તેનું નિર્માણ શરૂ થઈ ગયું છે.