Ajit Doval in Mahakal દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ શનિવાર સાંજે ઉજ્જૈનના બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. અજીત ડોભાલે આજે સવારે દિવ્ય અને અલૌકિક ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. તેમણે વિશેષ પદના બદલે સાદગીથી બાબા મહાકાલના દર્શન કર્યા હતા. ગર્ભગૃહમાં પં રામ ગુરુએ અજીત ડોભાલને બાબા મહાકાલની વિશેષ પૂજા કરાવી હતી.
મળતી માહિતી મુજબ, અજીત ડોભાલ પર્સનલ યાત્રા પર ઉજ્જૈન પહોંચ્યા છે. જ્યાં તેમણે શનિવારની સાંજે સંધ્યા આરતી બાદ ચાંદી દ્વારથી બાબા મહાકાલના દર્શન કર્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને કારણે મંદિરમાં મીડિયાના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અજીત ડોભાલની યાત્રા દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અજીત ડોભાલને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમણે મંદિરમાં નંદીજીના કાનમાં પોતાની મનોકામના પણ કહી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો