Mussoorie Bus Accident: આજે બપોરે મસૂરી-દેહરાદૂન હાઇવે પર 40 યાત્રીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર માટે દેહરાદૂન મોકલવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ બસ મસૂરીથી દેહરાદૂનથી જઈ રહી હતી ત્યારે મસૂરી-દેહરાદૂન હાઇવે પર મસૂરીથી 5 કિમી પહેલા શેર ઘડી પાસે 100 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને આઇટીબીપીના સહિતના સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે.
https://twitter.com/ANINewsUP/status/1642434211759149056
આ ઘટના બપોરે 12 વાગે બની હોવાની જાણકારી મળી છે. આ ઘટનાની જાણ થતા જ સીડીએમ નંદન કુમાર, આઈટીબીપી ડાયરેક્ટર પીએસ ડંગવાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આઈટીબીપી, એસડીઆરએફ, ફાયર અને પોલીસ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી કરી રહી છે.





ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો