PM મોદીને અપશબ્દો બોલનાર છોકરીની માતાએ માફી આપવા બદલ આભાર માન્યો, કહ્યું- 'મારી દીકરીને જીવતદાન મળ્યું, હવે વડાપ્રધાન તેને દત્તક લઈ લે'

NEET વિરોધ પ્રદર્શનમાં PM મોદીને અપશબ્દો કહેનાર છોકરીની માતાએ વડાપ્રધાનનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે PM મોદીએ માફ કરીને મારી દીકરીને નવજીવન આપ્યું છે અને હવે તેઓ તેને દત્તક લઈ લે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 05:15 PM (IST)Updated: Sun, 02 Aug 2026 05:22 PM (IST)
mother-of-girl-who-abused-pm-modi-in-viral-video-breaks-silence-and-apologizes
HIGHLIGHTS
  • નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવે, જેથી તેઓ અભ્યાસ પર ધ્યાન આપી શકે

PM Modi News: નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સાથે જ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન હાલ પુરતુ સમેટાઈ ગયું છે. એવામાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કહેવાતી જેન ઝીએ સંસ્કારોને નેવે મૂકીને જેવી હરકતો કરી, તેણે સભ્ય સમાજને શરમમાં મૂકી દીધો છે.

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં એક છોકરી વડાપ્રધાન મોદીને ભદ્દી-ભદ્દી ગાળો ભાંડી રહી હોય છે. હવે આ છોકરીની માતાએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને ભાવુક અપીલ કરી છે. 

Budh Gochar 2026: બુધના કર્કમાં પ્રવેશ સાથે 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ, 5 ઓગસ્ટથી જાતકોના જીવનમાં સુખનો સૂરજ ઊગશે

છોકરીની માતાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી દ્વારા માફ કરવાના નિર્ણયના કારણે મારી દીકરીને આજે જીવતદાન મળ્યું છે. મારી દીકરીએ વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવા છતાં તેમણે બદલો લેવાની જગ્યાએ તેને માફ કરવાનો માર્ગ પસંદ કર્યો. જેના બદલ હું તેમનો દિલથી આભાર માનું છું.

અમે વડાપ્રધાન મોદી સામે કશું જ નથી, તેઓ દેશના રાજા છે. તેમણે પોતાના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા બાળકને માફ કરીને ખૂબ જ ઉમદા કામ કર્યું છે. હું બે હાથ જોડીને તેમનો આભાર માનું છું. આજે મારી દીકરીનો જન્મદિવસ છે, ત્યારે તેને વડાપ્રધાન મોદી તરફથી સૌથી મોટી ભેટ મળી છે. તેમણે મારી દીકરીને જીવતદાન આપ્યું છે. જે મારી દીકરી માટે એક નવા જન્મ જેવું છે.

વડાપ્રધાન મોદી મારી દીકરીને દત્તક લઈ લે

વધુમાં માતાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, તમે મારી દીકરીને દત્તક લઈને તેનું ભવિષ્ય સુધારવામાં મદદ કરો. જે પ્રમાણે તમે ગામડાઓને દત્તક લઈને એક વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છો. આવી જ રીતે મારી દીકરીની જિંદગી બનાવવા માટે પણ એક નાની પહેલ કરો.

તેણીએ પોતાની દીકરી વિરુદ્ધ દાખલ FIRને પરત લેવાની અપીલ કરતા જણાવ્યું કે, તેમાં મારી દીકરીની વય ખોટી દર્શાવવામાં આવી છે. આથી તેના વિરુદ્ધ દાખલ FIR રદ્દ કરવામાં આવે, જેથી તે શાંતિથી જીવી શકે. તેનો વીડિયો વાયરલ થયા બાદ અમારા પરિવારને ઑનલાઈન અણછાજતી ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હું ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ નથી કરતી, પરંતુ જ્યારે મને પહેલીવાર તેના વિશે જાણવા મળ્યુ, તો લોકો મને ટોણા મારવા લાગ્યા કે, તમારા જેવા માતા-પિતાએ તો ડૂબી મરવું જોઈએ. હવે મારી પાસે કઈ કહેવા માટે શબ્દો જ નથી. આ માત્ર મારી એકલી દીકરીની જ વાત નથી. દેશમાં અનેક એવા બાળકો છે. હકીકતમાં 10 થી 20 વર્ષની વયના અનેક બાળકોની આજે આવી જ હાલત છે.

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાય

વધુમાં માતાએ વડાપ્રધાનને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકો માટે પ્રતિબંધ મૂકવાની અપીલ કરી, જેથી 18 વર્ષથી ઓછી વયના બાળકો વિરોધ પ્રદર્શનમાં ક્યારેય ભાગ ના લઈ શકે અને તેઓ પોતાના અભ્યાસ પર જ ધ્યાન આપે.

આટલું જ નહીં, 18 વર્ષથી ઓછી વયના બાળકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની પરવાનગી ના મળવી જોઈએ, કારણ કે હંમેશા તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે. આવા કુમળીવયના બાળકો જલ્દી પ્રભાવિત થઈ જાય છે. આવા બાળકોને હજુ દુનિયાદારીનું ભાન નથી હોતુ અને તેઓને સમાજની કંઈ પડી નથી હોતી કે વડીલોનું સન્માન કરવાની પણ ખબર નથી પડતી. તેમને ખ્યાલ જ નથી હોતો કે, ક્યારે, શું અને કોને કેટલું કહેવું.


છોકરી બે હાથ જોડીને બોલી- 'હું માફીને લાયક નથી, મે ભદ્દી ગાળો ભાંડી'

વિરોધ પ્રદર્શન સમેટાયા બાદ છોકરીનો વધુ એક ઑનલાઈન વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે બે હાથ જોડીને કહી રહી છે કે, મારી ઉંમર 15 વર્ષની છે. હું કૉનોટ પ્લેસમાં ફર્યા બાદ મિત્રો સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ ગઈ હતી. જ્યાં ઉપસ્થિત લોકોથી પ્રભાવિત થઈ ગઈ, જેઓ વડાપ્રધાન વિરુદ્ધ સુત્રોચાર કરી રહ્યા હતા. જે બાદ મે પણ ભદ્દી ગાળો ભાંડી હતી. હું માફીને લાયક નથી.

ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે વિરોધ પ્રદર્શનમાં પોતાના વિરુદ્ધ અપશબ્દો બોલનારા વિદ્યાર્થીઓને માફ કરી દીધા હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ તેમણે સમાજને અપીલ કરી છે કે, તેમને સજા આપવાની જગ્યાએ યોગ્સ રસ્તો બતાવવામાં આવે.