Mirzapur Train Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર ગંભીર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. કાલકા-હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતાં 6 લોકોનાં મોત થયા હતા. તમામ શ્રદ્ધાળુઓ કારતક પૂર્ણિમાના સ્નાન માટે આવ્યા હતા. અહેવાલો અનુસાર આ યાત્રીઓ ટ્રેનમાંથી ખોટી દિશામાં ઉતર્યા અને પ્લેટફોર્મ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે હાવડાથી કાલકા તરફ જઈ રહેલી ટ્રેનની અડફેટમાં તેઓ આવી ગયા, જેના કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ.
રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ
આ ઘટનાની સૂચના મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત-બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. હાલમાં આરપીએફ (RPF) અને રેલવે અધિકારીઓ સ્થળ પર હાજર છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા પણ આ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Indian Railways says, "Train no 13309 (Chopan - Prayagraj Express) arrived at Chunar Station Platform 4 (in Uttar Pradesh). Some passengers got down on the wrong side and were trespassing from the main line while Foot Over Bridge is available. Train no 12311 (Netaji Express) was…
— ANI (@ANI) November 5, 2025
મુખ્યમંત્રી યોગી દ્વારા આદેશો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ગંભીર અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ અધિકારીઓને રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે સૂચનાઓ આપી છે. તેમણે એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF)ની ટીમોને પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય તેજ કરવા નિર્દેશ આપ્યો છે.
