Dust Storm In Rajasthan Video: રાજસ્થાન રાજ્યના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરના સમયે એક અસાધારણ કુદરતી ઘટનાનો નજારો જોવા મળ્યો. આકાશમાંથી જાણે ધૂળની સુનામિ કોઈ શહેર પર આવતી હોય તેનું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ અંગેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલ છે. રાજસ્થાનના ચુરુ અને બિકાનેર જેવા શહેરોમાં આ ધૂળભરી આંધીનો નજારો જોવા મળ્યો છે.
બપોરના સમયે ઓચિંતા જ રેત અને ધૂળની આંધીને લીધે વિઝીબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. માર્ગો પર ચાલતા વાહનોએ અટકી જવાની ફરજ પડી હતી. સ્થિતિ એટલી ભયજનક થઈ કે કેટલાક મીટરના અંતર પર જોઈ શકવું મુશ્કેલ બની ગયું હતું.
રાજસ્થાનમાં આવ્યું રેતીનું તોફાન #Rajasthan #SandStorm #RajsthanWeather #WeatherUpdate #GujaratiJagran pic.twitter.com/9rTzAciM8R
— Gujarati Jagran (@gujaratijagran) May 30, 2026
Bikaner City - when Massive Dust Storm covering the City pic.twitter.com/leMn4hmLOj
— Weatherman Rajasthan (@Rajsthanweather) May 30, 2026
#WATCH | Rajasthan: A severe storm kicked up a massive wall of dust in Bikaner this afternoon. pic.twitter.com/qc9DiZwL3c
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 30, 2026
આકાશમાંથી જાણે ધૂળ-રેતનું સુનામી આવ્યું
ઓચિંતા જ આવેલી આ આંધીને લીધે મુખ્ય બજારો તથા રહેણાક વિસ્તારોમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયો અને ઉડતી ધૂળથી બચવા માટે લોકો સુરક્ષિત સ્થળ તથા દુકાનો તરફ ભાગતા જોવા મળતા હતા. ભારે પવનને લીધે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડ્યા હતા અને વીજળીના થાંભલાને પણ નુકસાન થયું હતું.
આ સંજોગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ ફક્ત ચૂરુ સુધી જ મર્યાદિત નથી. પણ હવામાન વિભાગ (IMD)એ સમગ્ર રાજસ્થાન માટે મોટું એલર્ટ જારી કર્યું છે.
પશ્ચિમ વિક્ષોભની અસર, 70 કિમી ઝડપથી પવન ફૂંકાયો
જયપુર હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં સક્રિય થયેલા એક નવા પશ્ચિમી વિક્ષોભને લીધે હવામાનને લઈ અવરોધની સ્થિતિ છે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે ચૂરુ ઉપરાંત જયુપર, અજમેર, ભરતપુર, કોટા, જોધપુર અને ઉદયપુર વિસ્તારોમાં 60થી 70 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન સાથે ધૂળભરેલી આંધી સર્જાવા તથા મધ્યમ પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે.
