India Weather Alert:26 ઓક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તોફાન બનવા જઈ રહ્યું છે. જેની તીવ્ર હોવાની વધારે શક્યતા છે. તેના પ્રભાવથી 27 અને 28 ઓક્ટોબના તટીય આંધ્ર પ્રદેશમાં ફરી 28 ઓક્ટોબરના રોજ ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદની આશંકા છે.
આ ઉપરાંત 27 અને 29 ઓક્ટોબરના રોજ ઓડિશામાં પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદી શક્યતા છે. તેને લીધે અહીં રહેતા લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ અરબ સમુદ્ર અને લક્ષદ્વીપની ઉપર બનેલા એક અન્ય ઓછા દબાણની અસરથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિત સમગ્ દક્ષિણ અને પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં 24થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ અને આંધી-તોફાનનું એલર્ટ ઈશ્યુ કર્યું છે.
બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક સાથે બે મૌસમી તંત્રોના પ્રભાવથી દેશના મોટાભાગના હિસ્સામાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ અને તેજ હવાનો દોર આગળ રહેવાનો અનુમાન છે.
દક્ષિણ ભારતમાં વધારે વરસાદની શક્યતા
મૌસમ વિભાગ પ્રમાણે અરબ સાગરની પ્રણાલીને લીધે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 24-25 ઓક્ટોબર તથા કેરળ અને માહેમાં 25-26 ઓક્ટોબરના રોજ ક્યાંક-ક્યાંક ભારે વરસાદને લઈ અનુમાન છે. જ્યારે ચક્રવાતી અસરથી તટીય આંધ્ર પ્રદેશમાં 27-28 ઓક્ટોબર અને તેલંગાણામાં 28 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, કર્ણાટક અને રાયલસીમામાં 30 ઓક્ટોબર સુધી તેજ હવા(40-60 કિમી પ્રતી કલાલ), આંધી-તોફાન અને વીજળી સાથે ભારે વરસાદ થઈ શકે છે.
પૂર્વી ભારત તથા પૂર્વોત્તર ભારતની સ્થિતિ
ઓડિશામાં 28 ઓક્ટોબરના રોજ ભારે વરસા જ્યારે 27 અને 29 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની શક્યતા છે. અંદમાન-નિકોબારમાં 24-27 ઓક્ટોબ સુધી વ્યાપક વરસાદનો અનુમાન છે.
28 થી 30 ઓક્ટોબર દરમિયાન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ઝારખંડમાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી છે. દરમિયાન 28 થી 30 ઓક્ટોબર દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને વીજળીની આગાહી કરવામાં આવી છે.
