INS Vagir: પ્રોજેક્ટ 75 હેઠળ કલવારી ક્લાસની પાંચમી સબમરિન INS વાગીર ભારતીય નૌસેના સામેલ થઇ ગઇ છે. તેને ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપ સાથે મળીને મુંબઇની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે દ્વારા બનાવવામાં આવી છે. મુંબઇના નેવલ ડોકયાર્ડ પર નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં INS વાગીરને નૌસેનામાં કમીશન કરવામાં આવ્યું.
ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર, આ સબમરીન દુશ્મનોને અટકાવવાની ભારતીય નૌકાદળની ક્ષમતાને વધારીને ભારતના સમુદ્રી હિતોને આગળ વધારશે. તે સંકટના સમયમાં નિર્ણાયક યુદ્ધ કરવા માટે ગુપ્તચર, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) કામગીરી હાથ ધરવામાં પણ મદદરૂપ સાબિત થશે.” નેવી અનુસાર, 'વાગીર'નો અર્થ 'સેન્ડ શાર્ક' છે, જે તત્પરતા અને નિર્ભયતાના ભાવને પ્રતિબિંબિત કરે છે. INS વાગીરને હિંદ મહાસાગરમાં ચીની નૌસેનાની વધતી ઉપસ્થિતિ વચ્ચે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/1617371881258254336
નૌકાદળના જણાવ્યા અનુસાર, 'INS વાગીર' સબમરીન ખાસ ઓપરેશન માટે મરીન કમાન્ડોને પાણીમાં ઉતારવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે તેના શક્તિશાળી ડીઝલ એન્જિન 'બેટરી'ને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે. સ્વરક્ષણ માટે તેમાં અત્યાધુનિક 'ટોર્પિડો ડિકોય સિસ્ટમ' લગાવવામાં આવી છે. INS વાગીર સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવી છે. આ સબમરીનની વિશેષતા એ છે કે આ સબમરીનનો ઉપયોગ એન્ટી સબમરીન યુદ્ધ, ગુપ્ત માહિતી એકત્ર કરવા, સમુદ્રમાં લેન્ડમાઈન બિછાવવા અને સર્વેલન્સના કામમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ સબમરીનને દરિયાકિનારે અને સમુદ્રની વચ્ચે બંને જગ્યાએ તૈનાત કરી શકાય છે. આ સબમરીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો