Lok Sabha Election 2024: 15 વર્ષ પછી ફરી સાથે આવશે BJP-BJD! જાણો લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને સીટ શેરિંગ ફોર્મુલા

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 07 Mar 2024 10:02 AM (IST)Updated: Thu, 07 Mar 2024 10:02 AM (IST)
lok-sabha-election-2024-bjp-bjd-alliance-after-15-years-know-the-seat-sharing-formula-for-lok-sabha-and-assembly-election

BJP-BJP Alliance: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ વધુ એક પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે, ઓડિશામાં ભાજપ અને બીજુ જનતા દળ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આગામી દિવસોમાં બંને પાર્ટી વચ્ચ ગઠબંધનને લઈને જાહેરાત કરવામાં આવી શકે છે.

હાલમાં જ ઓડિશાના ભાજપ નેતાઓએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અને તે જ દિવસે બીજેડી નેતાઓએ ઓડિશાના સીએમ નવીન પટનાયકના નિવાસસ્થાને બેઠક કરી હતી.

ઓડિશામાં લોકસભાની 21 બેઠકો છે. જેમાં હાલ બીજેડી પાસે 12 અને ભાજપ-કોંગ્રેસ પાસે 8-8 સીટ છે. માહિતી મળી રહી છે કે, ભાજપ લોકસભાની 14 બેઠકોની માગ કરી રહી છે જ્યારે બીજેડીને સાત બેઠકો આપવા માગે છે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 95-97 બેઠકો જ્યારે ભાજપ પોતાની પાસે 50-52 બેઠકો પોતાની પાસે રાખશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.