Law Minister Kiren Rijiju Statements: સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સુધારા કરાવવાને લઈને થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી (Law Minister) કિરેન રિજિજૂએ (Kiren Rijiju) સોમવારે મહત્વના મુદ્દે વાત કરી. રિજિજૂએ કહ્યું કે દેશમાં લોકશાહી મજબૂતીથી આગળ વધે તે માટે આઝાદ ન્યાયપાલિકા હોવી જરૂરી છે, નહીંતર લોકતંત્ર સફળ નહીં થાય. તેમણે કોલેજિયમ સિસ્ટમ અને CJIને લખેલા પત્ર અંગે પણ વાત કરી.
જજને ચૂંટણી કે તપાસનો સામનો નથી કરવો પડતોઃ રિજિજૂ
કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે જજને એકવખત જજ બનાવ્યા બાદ કોઈ સામાન્ય ચૂંટણી કે સાર્વજનિક રીતે તપાસનો સામનો નથી કરવો પડતો. એવામાં એ તો સ્પષ્ટ છે કે જજોને સામાન્ય જનતા નથી ચૂંટતી અને આ જ કારણ છે કે જનતા તમને બદલી પણ નથી શકતી. પરંતુ તેનો અર્થ એવો નથી કે જનતા તમને જોતી નથી.
રિજિજૂએ કહ્યું- જજ પોતાના નિર્ણય અને જે રીતે તેઓ ન્યાય આપે છે અને પોતાનું આંકલન કરે છે, જનતા તેને જુએ છે. સોશિયલ મીડિયાના આ સમયગાળામાં કંઈ છુપાવી ન શકાય. રિજિજૂએ કહ્યું કે આજે જે સિસ્ટમ ચાલી રહી છે તેના પર કોઈ સવાલ નહીં ઉઠાવે કે પછી કોઈ સવાલ નહીં ઉઠે તેવું વિચારવું ખોટું છે. તેમણે કહ્યું- આજે જો કે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે કોઈ સમસ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે રિજિજૂ આ પહેલા સુપ્રીમ કોર્ટના CJIને મોકલવામાં આવેલા એક પત્રના કારણે વિપક્ષીઓના નિશાને રહ્યાં હતા. વિપક્ષના જણાવ્યા મુજબ- તેમના પત્રમાં કથિત રીતે કોલેજિયમમાં સરકારનો પ્રતિનિધિ રાખવાની માગ કરાઈ હતી.
CJIને લખેલા પત્ર પર કાયદા મંત્રીએ આપ્યો જવાબ
આજે રિજિજૂએ દિલ્હીમાં CJIને લખેલા પત્રના વિષય પર મીડિયા સાથે વાત કરી. રિજિજૂએ કહ્યું- મેં CJIને એક પત્ર લખ્યો હતો, જે અંગે કોઈને ખ્યાલ ન હતો. ખબર નહીં કોને ક્યાંથી ખબર પડી અને સમાચાર બનાવી દીધા કે કાયદા મંત્રીએ CJIને પત્ર લખ્યો છે કે કોલેજિયમમાં સરકરના પ્રતિનિધિ હોવા જોઈએ. આ વાતને લઈને કોઈ જ તથ્ય નથી. હું કયાંથી તે પ્રણાલીમાં વધુ એક વ્યક્તિને મૂકીશ?
કાયદા મંત્રીએ કહ્યું- ન્યાયપાલિકાની આઝાદી જરૂરી છે
ન્યાયપાલિકાને સ્વતંત્ર રાખવાની વાત કરતા કાયદા મંત્રી કિરેન રિજિજૂએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું, ભારતમાં લોકશાહી માત્ર જીવંત નથી પરંતુ મજબૂતીથી આગળ વધે તે માટે એક મજબૂત અને આઝાદ ન્યાયપાલિકા હોવી જરૂરી છે. ન્યાયપાલિકાની આઝાદીને નબળી કે તેમના અધિકાર, સન્માન અને ગરિમાને ઓછી કરીશું તો લોકતંત્ર સફળ નહીં થાય.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.