IAS Success Story: માતા આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, દીકરી પહેલા બની IPS અને પછી IAS, વાંચો તેમની સફળતાની કહાની
"જો તમારા ઇરાદા મજબૂત હોય તો, તમામ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જાય છે." આ શબ્દો છે IAS ઓફિસર પૂજા ગુપ્તાના જેમણે UPSC સિવિલ સર્વિસ સેવા પરીક્ષા 2020માં AIR 42 મેળવ્યો. વાંચો તેમના સફળતાની કહાની….
પહેલા જ પ્રયાસમાં UPSC ક્લિયર કરી લીધી
IAS પૂજા ગુપ્તાએ ધોરણ 12 પછી મેડિકલનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, પરંતુ તેમને બનવું તો IAS ઓફિસર હતું. તે તેમના દિલમાં રહ્યું. મેડિકલના અભ્યાસની સાથે-સાથે તેમણે UPSCની તૈયારી પણ ચાલુ રાખી. પૂજા ગુપ્તાએ પહેલા જ પ્રયાસમાં UPSC ક્લિયર કરી લીધી અને IPS ઓફિસર બની ગયા.
2020માં દાદાજીનું સપનું પુરૂં કર્યું
તેમના દાદાજીનું સપનું હતું કે તેઓ IAS ઓફિસર બને. એટલા માટે IPS બન્યા પછી પણ પૂજા ગુપ્તા સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા રહ્યા અને UPSC 2020માં તેમણે 42મો રેન્ક મેળવીને IAS બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું.
પહેલા પ્રયાસમાં મેળવ્યો હતો 147મો રેન્ક
IAS પૂજા ગુપ્તાના પરિવારની વાત કરીએ તો તેમની માતા રેખા ગુપ્તા દિલ્હી પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે. તેમના પિતા પ્રાઈવેટ નોકરી કરે છે. પૂજા ગુપ્તા તેમની માતાના યુનિફોર્મથી પ્રેરિત હતા અને સિવિલ સર્વિસની પરીક્ષામાં શામિલ થવા માંગતા હતા. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા 2018માં તેમના પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક 147મો મેળવ્યો હતો.

IAS ઓફિસર બનવા કરી સખત મહેનત
તેમના શાળાના દિવસો દરમિયાન પોલીસના તત્કાલીન DCP દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ IAS ઓફિસર બનવા માંગતા હતા. જો કે, શાળા પછી તેમણે મેડિકલનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેઓ પછી તેઓ તેમના IAS સ્વપ્ન તરફ આકર્ષાયા અને તેને હાંસલ કરવા સખત મહેનત કરી.
ઇન્ટરનેટ પરથી કર્યો અભ્યાસ
તેમની તૈયારીની સ્ટ્રેટજી વિશે વાત કરતાં પૂજા ગુપ્તાએ કહ્યું કે, શરૂઆતમાં તેમણે ઈન્ટરનેટ પરથી અભ્યાસ કર્યો. યુટ્યુબ પર ટોપર્સના વીડિયો જોયા. આનાથી તેઓને તેમની તૈયારી માટે એક ચાર્ટ બનાવવામાં મદદ મળી.
પરિવારે પણ આપ્યો ઘણો સાથ
તેઓ NCERTની પુસ્તકો અને અખબારો પર નિર્ભર હતા. તેઓ, PIB અને PRS જેવી કેટલીક સરકારી વેબસાઇટ્સ પર પણ સતત નજર રાખતા હતા. તેમના માટે એક ઓપ્શનલ વિષય પસંદ કરવો સરળ હતો અને હ્યુમન સાયન્સ એક એવો વિષય છે જે તેમને ખૂબ જ પસંદ છે. પૂજા ગુપ્તાના પરિવારે તેઓને મીડિકલના અભ્યાસ સાથે-સાથે UPSCની તૈયારી દરમિયાન ઘણો સાથ આપ્યો હતો.