Kargil Hero: કારગિલ યુદ્ધના હીરો અને વીર ચક્રથી સન્માનિત સુબેદાર મેજર ત્સેવાંગ મુરોપ (Major Tsewang Murop) લેહ નજીક એક માર્ગ અકસ્માતમાં શહીદ થઈ ગયા છે. રવિવારે બપોરે અધિકારીઓએ તેમની સાથે થયેલા અકસ્માત અંગે માહિતી આપી હતી.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલીએ કારગિલ યુદ્ધના હીરોના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલીએ ભારતીય સેના તરફથી સૂબેદાર મેજરના ઘરે જઈને સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારના સભ્યોને મળ્યા હતા.
https://twitter.com/firefurycorps/status/1642373719304867840
ત્સેવાંગ મુરોપને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટર પર ટ્વિટ કરવામાં આવ્યું કે ફાયર એન્ડ ફ્યૂરી કૉર્પ્સને વીર ચક્રથી સન્માનિત બહાદુર સુબેદાર મેજર ત્સેવાંગ મોરુપના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
https://twitter.com/LadakhWarriors/status/1642406277467734017
તેમને અનેક ભૂતપૂર્વ અધિકારીઓ તથા જવાનો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં પાકિસ્તાને ભારતના કારગિલ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને તેને પગલે કારગિલ યુદ્ધ થયું હતું.
આ યુદ્ધને ભારતે ઓપરેશન વિજયના ભાગરૂપે ઘૂસણખોરોને હટાવી દીધા હતા અને ટાઈગર હિલ તથા અન્ય ચોકીઓ પર ફરી વખત કબજો કરી લીધો હતો.