Jio IPO Listing: Jio IPOના લિસ્ટીંગ બાદ અંબાણી પરિવાર બાપ્પાના શરણે, જુઓ Video

અંબાણી પરિવાર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો, કારણકે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે દલાલ સ્ટ્રીટ પર શાનદાર શરૂઆત કરી હતી. આ સંજોગોમાં ઈવેન્ટ બાદ અંબાણી પરિવાર ગણપતિ બપ્પાના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 28 Oct 2026 02:42 PM (IST)Updated: Wed, 28 Oct 2026 02:42 PM (IST)
jio-ipo-listing-ambani-family-visits-siddhivinayak-temple-see-photos-and-videos

Jio IPO Listing:JiO IPOના લિસ્ટીંગ પ્રસંગે અંબાણી પરિવાર ફરી એક વખત જોવા મળ્યો છે. આકાશ અને ઈશા બેલ વગાડીને IPOનું લિસ્ટીંગ કર્યું. આ પ્રસંગે સ્ટેજ પર અનંત અંબાણી, નીતે અંબાણી, શ્લોકા તથા કોકિલાબેન ઉપરાંત ચાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીની સ્પીચ સાંભળીને પિતા મુકેશ અંબાણી ખૂબ જ ભાવુક થયા હતા. આ ઈવેન્ટ બાદ અંબાણી પરિવાર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.

અંબાણી પરિવાર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો, કારણકે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે દલાલ સ્ટ્રીટ પર શાનદાર શરૂઆત કરી હતી. આ સંજોગોમાં ઈવેન્ટ બાદ અંબાણી પરિવાર ગણપતિ બપ્પાના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા. જ્યા તેમની તસવીરો અને વીડિયો સામે આવ્યો છે. 

મંદિરથી તેમના કેટલાક ફુટેજ સામે આવ્યા છે. જેમાં અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવાર સાથે મંદિર પરિસરમાં જોવા મળે છે. તસવીરમાં મંદિરના પુજારી પણ તિલક લગાવતા જોવા મળે છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ફુલોના ગુલદસ્તા સાથે જોવા મળે છે. મંદિરમાથી નિકળી મુકેશ અંબાણી દીકરી ઈશા સાથે અને અનંત માતા નીતા અંબાણી સાથે જોવા મળે છે.

આકાશ-અનંત ખાસ લુકમાં જોવા મળ્યાં

આકાશ અને અનંત અંબાણી ખાસ લુકમાં જોા મળતા હતા. આકાશ પિનસ્ટ્રાઈપ સૂટ પહેર્યો હતો. જેને સફેદ શર્ટ સાથે પેર કર્યો હતો. નાના ભાઈ અનંતે પણ બ્લેક કલરના સૂટ અને વ્હાઈટ શર્ટમાં જોવા મળતા હતા. બહેન ઈશા તેમના પતિ તથા બાળકો સાથે આવ્યા હતા.