નૌકાદળમાં સામેલ થયું સ્વદેશી INS Imphal, બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજની 10 વિશેષતાઓ જાણી કાંપી ઉઠશે ચીન

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 26 Dec 2023 03:13 PM (IST)Updated: Tue, 26 Dec 2023 03:13 PM (IST)
ins-imphal-indias-guided-missile-destroyer-to-be-commissioned-at-naval-dockyard-mumbai-on-26-december-2023

INS Imphal News: આજે મંગળવારના રોજ સ્વદેશી INS Imphal નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. INS ઇમ્ફાલ સ્વદેશી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. INS ઈમ્ફાલને નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, INS ઇમ્ફાલ 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે

naidunia_image

જાણો INS ઇમ્ફાલની વિશેષતાઓ

  • INS ઇમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ નોર્થ-ઈસ્ટના એક શહેર પર રાખવામાં આવ્યું છે. ઇમ્ફાલ મણિપુરની રાજધાની છે
  • આ નામકરણ નોર્થ-ઈસ્ટ વિસ્તારની સુરક્ષા અને સમૃદ્ધિ દર્શાવે છે.
  • આ યુદ્ધ જહાજ ન્યુક્લિયર અને બાયોલોજીકલ અને કેમિકલ જેવી યુદ્ધ પરિસ્થિતિઓ સામે લડવા સુસજ્જ છે
  • INS ઇમ્ફાલ આધુનિક સર્વેલન્સ રડાર સાથે ફીટ છે જે જહાજની ગન વેપન સિસ્ટમ્સને ટાર્ગેટ ડેટા પ્રદાન કરે છે.
  • તેની પાસે ઉચ્ચ સ્તરની ઓટોમેશન અને સ્ટીલ્થ સુવિધાઓ છે, જે તેની લડાયક ક્ષમતાને વધારે છે.
  • આ યુદ્ધ જહાજમાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો પણ લગાવવામાં આવી છે.
  • કમ્બાઈન્ડ ગેસ એન્ડ ગેસ (COGAG) પ્રોપલ્શન દ્વારા સંચાલિત, જહાજ 30 નોટિકલ માઈલ (56 કિમી/કલાક) થી વધુ ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે.
  • ઈન્ડીયન નેવી અનુસાર INS ઈમ્ફાલ ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક છે.
  • INS ઇમ્ફાલની લંબાઇ 535 ફૂટ અને વજન 7,400 ટન છે.
  • INS ઇમ્ફાલ 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.