રેલવે મુસાફરો માટે મોટી માહિતી: સ્ટેશન પર આ સુવિધાઓ મેળવવાનો તમારો પૂરો અધિકાર છે, જરૂર પડે તેનો ઉપયોગ કરો

રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી આ મહત્વપૂર્ણ 5 સુવિધાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 01 Nov 2026 10:54 AM (IST)Updated: Sun, 01 Nov 2026 10:54 AM (IST)
indian-railways-5-passenger-amenities-rights-station-facilities
ભારતીય રેલવે મુસાફરોના અધિકારો

Indian Railways Passenger Rights: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધા માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર જાગૃતિના અભાવે મુસાફરો આ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. ખાસ કરીને વડીલો, દિવ્યાંગો અને અશક્ત મુસાફરો માટે રેલવે સ્ટેશન પર કેટલીક વિશેષ સગવડો ઉપલબ્ધ હોય છે, જે માંગવાનો દરેક નાગરિકનો અધિકાર છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી આ મહત્વપૂર્ણ 5 સુવિધાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

1) વ્હીલચેર (Wheelchair):

વડીલો અથવા ચાલવામાં અસમર્થ મુસાફરોને ટ્રેન સુધી આસાનીથી પહોંચાડવા માટે રેલવે સ્ટેશન પર વ્હીલચેર અને મદદનીશની સુવિધા નિઃશુલ્ક કે નિયત નિયમો હેઠળ મળે છે. અમુક કિસ્સાઓમાં સ્ટેશન પર નક્કી કરેલો ચાર્જ ચૂકવીને કુલી (પોર્ટર) ની મદદ પણ લઈ શકાય છે.

2) બેટરીવાળી કાર (Battery Car):

મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરોને લાંબા પ્લેટફોર્મ પર ચાલવું ન પડે તે માટે બેટરીવાળી કારની સગવડ હોય છે. જોકે આ સુવિધા બધા સ્ટેશનો પર ઉપલબ્ધ હોતી નથી. આ ઉપરાંત, એકથી વધુ પ્લેટફોર્મવાળા સ્ટેશનો પર વ્હીલચેર સરળતાથી જઈ શકે તે માટે રેમ્પ હોવો પણ ફરજિયાત છે.

3) ચાત્રી મિત્ર સેવા (Yatri Mitra Sewa):

મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની વિશેષ મદદ માટે 'યાત્રી મિત્ર' સેવા અપાય છે. આ સેવાને તમે ઘરે બેઠા ઓનલાઈન અથવા 139 હેલ્પલાઈન નંબર પર કોલ કરીને અગાઉથી જ બુક કરી શકો છો, જેથી સ્ટેશન પર પહોંચતા જ તમને સહાય મળી રહે.

4) અલગ ટિકિટ બારી (Dedicated Ticket Counter):

વડીલો કે સિનિયર સિટિઝનો જો જાતે ટિકિટ લેવા જાય, તો તેમને સામાન્ય લાઇન કે ભીડમાં ઊભા રહેવાને બદલે ટિકિટ લેવા અથવા કેન્સલ કરાવવા માટે એક અલગ ટિકિટ કાઉન્ટરની સગવડ આપવામાં આવે છે.

5) 'મે આઈ હેલ્પ યુ' બૂથ ('May I Help You' Booth):

બેટરી કાર ક્યાંથી મળશે, વ્હીલચેર ક્યાં છે કે પ્લેટફોર્મ કઈ રીતે બદલવું જેવી કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય, તો તેની પૂછપરછ માટે સ્ટેશન પર ખાસ કાઉન્ટર હોય છે. સ્ટેશન કેટલું મોટું છે તેના આધારે આ સુવિધા ઉપલબ્ધ હોય છે.