નેશનલ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં શનિવારે મોડી રાતે ભાજપના નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ફાયરિંગમાં તેમની સાથે હાજર અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. આ હત્યા આસનસોલ-દુર્ગાપુર વિસ્તારમાં થઈ છે. ભાજપના નેતા રાજૂ ઝા ઉર્ફે રાકેશ ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે વર્ધમાનના શક્તિગઢમાં કેટલાક લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં જ ભાજપના નેતાનું ઘટના સ્થળે મોત થયું હતું.
મહત્ત્વનું છે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના નેતાને પાંચ ગોળી વાગી હતી. તેમની સાથે બ્રથિન મુખર્જીને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ગાપુરવા વેપારી રાજૂ ઝા કોલકાતા જતાં હતાં. તે રસ્તામાં શક્તિગઢ વિસ્તારમાં એખ મિઠાઈની દુકાન બહાર કંઈ વસ્તુ લેવા માટે ઊભા હતાં. ત્યારે કેટલાક શખ્સોએ તેમના પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
કારનો કાંચ તોડી નાંખ્યો
પોલીસે જણાવ્યું કે, રાજૂ ઝા જ્યારે દુકાનની બહાર તેમની કારમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક કારમાં બે વ્યક્તિ આવ્યા હતાં. પોલીસે વધુમાં જણાવતાં કહ્યું કે, એક આરોપીએ લોખંડના સળિયાથઈ કારનો કાંચ તોડી નાંખ્યો હતો. જ્યારે બીજાએ તેમના પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ ઘટના સ્થળે જ તેમનું મોત થઈ ગયું અને હતુ અને તેમની સાથે હાજર અન્ય બે લોકો પણ ઘાયલ થયા હતાં.
વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા
હોટેલ બિઝનેસ સાથે જોડાયેલાં રાજૂ ઝા ગત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થયા હતા અને તેમની કોલસાની તસ્કરી બાબતે ધરપકડ પણ કરવામાં આવી હતી.