ચોમાસાની વિદાય વચ્ચે હવામાન પલટાયું: દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 60 km/h ની ઝડપે ફૂંકાશે પવન

7 ઓક્ટોબર 2026 ના રોજ દેશના 15 રાજ્યોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 60 km/h સુધી પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 07 Oct 2026 07:16 AM (IST)Updated: Wed, 07 Oct 2026 07:16 AM (IST)
imd-weather-update-heavy-rain-alert-15-states-7-october
આજનું હવામાન

Weather Update 7 October 2026: ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવાર અને રાત્રિના સમયે હળવી ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે, પરંતુ આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવી અને મોટી ચેતવણી જાહેર કરી છે. 7 ઓક્ટોબર 2026 ના રોજ દેશના 15 રાજ્યોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 60 km/h સુધી પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે.

હવામાન બદલાવાના મુખ્ય કારણો

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશભરમાં અચાનક હવામાન બદલાવા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. જેમાં બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વીય ભાગમાં તેમજ વાયવ્ય ઉત્તર પ્રદેશ પર ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે. અને કર્ણાટકના દરિયાકાંઠે એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે, જેના કારણે આગામી કલાકોમાં વાવાઝોડા સાથે વરસાદની તીવ્રતા વધશે.

આ 15 રાજ્યો માટે IMD નું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, સિક્કિમ, ઓડિશા અને આસામ સહિત 15 રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનનું જોખમ પણ સેવાઈ રહ્યું છે.

દિલ્હી-NCRનું હવામાન

રાજધાની દિલ્હીમાં 30 km/h ની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશનું હવામાન

ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, મથુરા, રાયબરેલી, અમેઠી, અયોધ્યા, પ્રયાગરાજ, ગૌતમ બુદ્ધ નગર અને ગોરખપુરમાં તેજ પવન સાથે અતિભારે વરસાદનું એલર્ટ છે. પાટનગર લખનૌમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેવાની ધારણા છે.

બિહારનું હવામાન

ગોપાલગંજ, ભાગલપુર, બેગુસરાય, ગયા, જહાનાબાદ, વૈશાલી, પૂર્ણિયા, ભોજપુર અને બક્સરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. પટનામાં મહત્તમ તાપમાન 29°C અને લઘુત્તમ તાપમાન 23°C રહી શકે છે.

મધ્ય પ્રદેશનું હવામાન

કટની, જબલપુર, ઉજ્જૈન, છિંદવાડા, ઈન્દોર, મંડલા અને ખંડવામાં 40 km/h ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરાઈ છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 21°C રહેશે.

રાજસ્થાનનું હવામાન

ભરતપુર, ઉદયપુર, નાગૌર, ઝુંઝુનુ, અજમેર, બિકાનેર, કોટા, બારાં, સીકર અને ચુરુમાં 30 km/h ની ઝડપે પવન અને વરસાદની ચેતવણી છે. જયપુરમાં મહત્તમ તાપમાન 35°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાની સંભાવના છે.

પહાડી રાજ્યોનું હવામાન

સોલન, મંડી, કુલ્લુ, હમીરપુર, કિન્નોર, બિલાસપુર અને કાંગડામાં 60 km/h ની ગતિએ તીવ્ર પવન સાથે તોફાની વરસાદની આગાહી છે. મનાલીમાં મહત્તમ તાપમાન 8°C અને લઘુત્તમ તાપમાન 0°C સુધી ઘટી શકે છે. તેમજ નૈનીતાલ, ઋષિકેશ, હરિદ્વાર, ઉત્તરકાશી, બાગેશ્વર, ચંપાવત અને ચમોલીમાં 50 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 24°C અને લઘુત્તમ તાપમાન 18°C રહેશે.