Mahua Moitra: 'દુબઈમાં હોટલ, 5500 ડોલરનું કેશ બિલ' નિશિકાંત દુબેએ સાંસદ મહુઆ મોઈત્રા પર ફરી લગાવ્યા આરોપ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 28 Nov 2023 11:11 AM (IST)Updated: Tue, 28 Nov 2023 11:11 AM (IST)
hotel-in-dubai-5500-cash-bill-nishikant-dubey-accuses-mp-mahua-moitra-again

Mahua Moitra: કેશ ફોર ક્વેરી મામલે BJP સાંસદ નિશિકાંત દુબેએ ફરી એક વખત TMCના સાંસદ મહુઆ મોઈત્રા પર નિશાન સાધ્યું છે. દુબેએ નામ લીધા વગર સવાલ કર્યો કે દુબઈની હોટલમાં રોકાવાના 5500 ડોલરનું બિલ કોણે ચૂકવ્યું હતું? આ પહેલા ભાજપ સાસંદ નિશિકાંત દુબેએ તૃણમૂલ સાંસદ પર સંસદમાં કારોબારી હીરાનંદાની પાસેથી પૈસા લઈને સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ લોકસભાની આચાર સમિતિએ મોઈત્રાની સંસદ સભ્યતા પૂરી કરવાની ભલામણ કરી હતી.

નિશિકાંત દુબેએ સોમવારે ટ્વિટ કર્યું દુબઈમાં હોટલમાં રોકાવાનું બિલ 5500 ડોલર કોણે જમા કરાવ્યું? પૈસા ભારતના ચેકના માધ્યમથી ગયા કે દુબઈમાં હવાલાથી ગયું? કે મેલ ID ખરીદનારા વેપારીએ આપ્યા? ગોલમાલ હે રે ભાઈ ગોલમાલ હે.

CBIએ તપાસ શરુ કરી
CBIએ હાલમાં જ લોકપાલના આદેશ બાદ તપાસ શરુ કરી છે. આ તપાસના પરિણામોના આધાર પછી જ એજન્સી નક્કી કરશે કે સાંસદ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે કે નહીં. તેવામાં પ્રારંભિક તપાસ દરમિયાન CBI ટીએમસી સાંસદની ધરપકડ ન કરી શકે, પરંતુ તેમને પૂછપરછ માટે જરુર બોલાવી શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.