Delhi: સિંગર ગુરુ રંધાવાના જિમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી; જાણો સમગ્ર મામલો

આ સમગ્ર મામલે એક શખ્સની ધમકીભરી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 11 Jun 2026 10:36 AM (IST)Updated: Thu, 11 Jun 2026 10:36 AM (IST)
guru-randhawa-24hs-fitness-delhi-firing-by-lawrence-bishnoi-gang-salman-khan-connection

Delhi News, Guru Randhawa Gym Firing: દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલા 24HS ફિટનેસ દિલ્હી (24HS Fitness Delhi) નામના જિમ પર ફાયરિંગ થયું અને તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ જીમ પંજાબી સિંગર ગુરુ રંધાવાનું છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલાનું કનેક્શન સલમાન ખાન સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે.

સોશિયલ મીડિયા પર ધમકી અને બિશ્નોઈ ગેંગ

આ ફાયરિંગ સમયે સિંગર ગુરુ રંધાવા જિમમાં હાજર ન હતા, પરંતુ માહિતી મળતાં જ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિત (USA) દ્વારા સોશિયલ મીડિયા પર ઓડિયો નોટ અને ફેસબુક પોસ્ટથી આ ફાયરિંગ કરવાની જવાબદારી લેતા ધમકી આપવામાં આવી છે.

naidunia_image

અનિલ પંડિતે પોસ્ટમાં લખ્યું છે કે ગુરુ રંધાવા સલમાન ખાનની ખૂબ જ નજીક જઈ રહ્યો હતો. બિશ્નોઈ ગેંગે ગુરુ રંધાવાને અગાઉ પણ સમજાવ્યો હતો કે સલમાન ખાન તેમનો દુશ્મન છે અને તેનાથી દૂર રહે, પરંતુ તે સમજ્યો ન હતો. જેટલા પણ દુશ્મનો છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાઈ જાય, જલ્દી જ તેમની મુલાકાત થશે. જે લોકો દેશ વિરુદ્ધ ષડયંત્ર રચે છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે તો પણ ત્યાં જ માર્યા જશે.

પોલીસ તપાસ અને સલમાન ખાન સાથેની દુશ્મની

હાલમાં પોલીસ જિમના માલિક પાસેથી માહિતી મેળવી રહી છે, અને આસપાસ લગાવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. વધુમાં, ફાયરિંગ કરનારા લોકો કોણ હતા અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, કાળિયાર શિકાર મામલાને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાંબા સમયથી સલમાન ખાનની પાછળ પડી છે. સલમાન ખાનને અગાઉ પણ ઘણી વખત મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે, અને તેમના ઘરની બહાર પણ ફાયરિંગની ઘટના બની હતી. આ જ કારણસર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પરંતુ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનના નજીકના લોકોને નિશાન બનાવી રહી છે. અગાઉ પણ આ જ કારણ આપીને લોરેન્સ બિશ્નોઈ ગેંગે અન્ય કેટલાક સિંગર્સના ઘર અને આસપાસ ફાયરિંગ કર્યું હતું.