SpiceJet Flight Incident: હવે દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટ (SpiceJet Flight)ની એક ફ્લાઈટમાં સવાર યાત્રી દ્વારા હોબાળો કરવાની ઘટના સામે આવી છે. યાત્રી પર ગંભીર આરોપ લાગ્યા છે કે તેને એક મહિલા ક્રૂ સભ્યને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ સંબંધે એરલાઈન્સે જે જાણકારી આપી છે તે મુજબ વિમાનમાં સવાર આ યાત્રીએ વિમાનની મહિલા ક્રૂ મેમ્બરની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જે બાદ આ યાત્રી અને તેની સાથે યાત્રા કરી રહેલા તેના સહયાત્રીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ 23 જાન્યુઆરીએ દિલ્હીથી હૈદરાબાદ (SpiceJet Flight) જઈ રહેલી ફ્લાઈટમાં બોર્ડિંગ દરમિયાન એક યાત્રિકે મહિલા ક્રૂ સભ્ય સાથે ખરાબ વર્તન કર્યું. તેને મહિલા ક્રૂ સભ્યને પ્રતાડિત કર્યા જેના કારણે મુશ્કેલી ઊભી થઈ.મહિલા ક્રૂ સભ્યએ PIC અને સુરક્ષા સ્ટાફને તેની જાણકારી આપી.
https://twitter.com/ANI/status/1617513615111901184?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617513615111901184%7Ctwgr%5E8f50eca8dc81449ccb2413e2f3f2d16d5b70e6a2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fncr%2Fstory-ruckus-in-the-delhi-hyderabad-spicejet-flight-at-delhi-airport-unruly-and-inappropriat-behaviour-by-a-passenger-video-viral-7672896.html
ક્રૂ સભ્યનો આરોપ છે કે યાત્રીએ એક અન્ય ક્રૂ સભ્યને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જો કે કેટલાંક અન્ય યાત્રિકોનો દાવો છે કે આ માત્ર એક દુર્ઘટના હતી. યાત્રીએ લેખિત રીતે માફી માગી હતી તેમ છતાં તેમણે વિમાનમાં ઉતારી દેવાયા. ન્યૂઝ એજન્સી ANIએ આ હોબાળાનો વીડિયો પણ શેર કર્યો છે.
હોબાળોનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ મહિલા ક્રૂ મેમ્બર પર બૂમો પાડી રહ્યાં છે. જ્યારે મહિલા અંગ્રેજીમાં પોતાની વાત રાખી રહી છે, તો આ વ્યક્તિ મહિલાને બૂમો પાડીને હિન્દીમાં વાત કરવાનું કહે છે. જે બાદ અન્ય એક યાત્રી આ મહિલાને સમજાવવા આવે છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્લેનમાં થઈ રહેલા આ હોબાળા વચ્ચે કેટલાંક અન્ય યાત્રી પણ તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે. જે બાદ પ્લેનમાં સવાર એર હોસ્ટેસ હોબાળો કરી રહેલા વ્યક્તિને સમજાવતી જોવા મળે છે.
જ્યારે મહિલા CMની સીટ પર બેસી ગઈ હતી
આ પ્રકારનો હોબાળો દિલ્હી એરપોર્ટ પર ત્યારે જોવા મળ્યો હતો જ્યારે એક મહિલા વિમાનની અંદર ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાની સીટ પર બેસી ગઈ હતી. આ ઘટના ઈન્ડિગો વિમાનમાં થઈ હતી. ઈકોનોમી ક્લાસમાં સફર કરી રહેલી આ મહિલા મુખ્યમંત્રીની સીટ પર જઈને બેસી ગઈ હતી. જ્યારે મહિલાને જણાવવામાં આવ્યું કે આ સીટ CMની છે ત્યારે તેમણે એમ કહીને હોબાળો કર્યો હતો કે મુખ્યમંત્રી ઈચ્છે તો તેઓ તેમની સીટ પર જઈને બેસી શકે છે. ઘણે મોડે સુધી મહિલાને સમજાવવામાં આવ્યા બાદ તેઓ ત્યાંથી હટ્યા હતા.
ઈન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો
તો થોડાં દિવસ પહેલાં દિલ્હીથી પટના જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં કેટલાંક યાત્રિકોએ જોરદાર હોબાળો કર્યો હતો. મળતી માહિતી મુજબ નશામાં ધૂત ત્રણ યુવકોએ હોબાળો કર્યો હતો. આરોપ એવો પણ લાગ્યો હતો કે તેમણે એરહોસ્ટેસની સાથે મારામારી અને ગેરવતર્ણૂંક કરી હતી. એટલું જ નહીં હોબાળા કરી રહેલા યાત્રિકોને સમજાવવા આવેલા પાયલટ સાથે પણ ખરાબ વર્તન કરાયું હતું. સમગ્ર ઘટનાક્રમ દિલ્હીથી પટના પરત ફરી રહેલા ઈન્ડિગો ફ્લાઈટની સંખ્યા 6E-6383માં થયું હતું. પાયલટે આ અંગે ફરિયાદ કરી હતી. પટના એરપોર્ટ પર બે યુવકોની ધરપકડ કરી હતી.
ચર્ચામાં રહ્યો પેશાબ કાંડ
ન્યૂયોર્કથી દિલ્હી વચ્ચેની ફ્લાઈટમાં 70 વર્ષના એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કરવાનો કેસ ઘણો જ ચર્ચામાં રહ્યો. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થઈ હતી. આ મામલે DGCAએ એર ઈન્ડિયાને કારણ જણાવો નોટિસ આપી હતી. આરોપીનું નામ શંકર મિશ્રા છે. પોલીસે બેંગલુરુથી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. આરોપ છે કે 26 નવેમ્બરે AI-102 વિમાનમાં ભોજન પીરસવામાં આવ્યા બાદ જ્યારે લાઈટ બંધ થઈ ગઈ ત્યારે બિઝનેસ ક્લાસમાં એક સીટ પર બેઠેલા નશામાં ધૂત શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલાની સીટ પાસે ગયા અને તેમની પર પેશાબ કર્યો હતો.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.