Assam Flood Relief: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA)એ આસામમાં જે પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈ સંવેદના વ્યક્ત કરી છે. FAITTAના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પારસ દેસાઈના વડપણ હેઠળ આસામ રાજ્યમાં પૂર રાહત કાર્યો માટે મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માં રૂપિયા 81.36 લાખનું યોગદાન આપ્યું છે.
ભારતની ચા બિઝનેસ સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા FAITTAનું એક પ્રતિનિધિ મંડળ આસામના મુખ્યમંત્રી ડો.હિમંત બિસ્વા સરમા સાથે મુલાકાત કરી હતી અને ચા વેપાર તથા ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પૂર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આસામમાં જે પૂરની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી દેશના અન્ય પ્રાદેશિક ચા એસોસિએશનોને પણ આ સેવા કાર્યમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પૂર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. FAITTAના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું કે આસામ આપણી સમૃદ્ધ ચા પરંપરાનું હૃદય છે અને અહીના ખેડૂતો તથા સમુદાયે દેશના ચા ઉદ્યોગ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જ્યારે પણ આવી મોટી આપત્તિ આવે ત્યારે આખા પરિવારે એક થઈને મદદ માટે આગળ આવવું જ જોઈએ.
મુખ્યમંત્રી રાહત ફંડમાં અમારું આ યોગદાન આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે ઊભા રહેવાનો એક નાનો પ્રયાસ છે. અમને આશા છે કે આનાથી પીડિત પરિવારોને થોડી રાહત મળશે અને તેમની હિંમત વધશે.આસામના મુખ્યમંત્રીએ રાહત નિધિમાં FAITTAના આ ઉદાર યોગદાનની પ્રશંસા કરી હતી અને આસામના લોકો પ્રત્યે સંસ્થાએ દર્શાવેલી લાગણી અને સહાનુભૂતિને બિરદાવી હતી.
