ચંડીગઢઃ જાગરણ ન્યૂ મીડિયાના ફેક્ટ ચેકિંગ વિંગ વિશ્વાસ ન્યૂઝના ફેક્ટ ચેકર્સ 24 જાન્યુઆરીએ ચંડીગઢના છાત્રોને ફેક્ચ ચેકિંગની ઓનલાઈન ટ્રેનિંગ આપશે. જાગરણ ન્યૂ મીડિયાના એક્ઝીક્યૂટિવ એડિટર જતિન ગાંધી અને ડેપ્યુટી એડિટર અભિષેક પરાશર ચંડીગઢના છાત્રોને ફેક ન્યૂઝને ઓળખવા અને સંબંધિત ઓનલાઈન ટૂલ્સના ઉપયોગ અંગે જાણકારી આપશે. આ પહેલાં ચંડીગઢ માટે ફેક્ટ ચેક ટ્રેઈનિંગનું આયોજન નવેમ્બરમાં થયું હતું.
વિશ્વાસ ન્યૂઝના 'સચ કે સાથી- FactsUp' અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોના વિભિન્ન શહેરોમાં વેબિનાર અને સેમિનારની સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. સચ કે સાથી વિશ્વાસ ન્યૂઝનું મીડિયા સાક્ષરતા અભિયાન છે.
અમારા આ અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં સામેલ થનારા છાત્રોને ફેક્ટ ચેકિંગ અને ડિજિટલ સેફ્ટીના પ્રશિક્ષણ આપવામાં આવશે. ચંડીગઢ માટે આ આયોજન 24 જાન્યુઆરીએ 11:30થી 1 વચ્ચે કરવામાં આવશે.
વિશ્વાસ ન્યૂઝ દેશના 10 રાજ્યોના 17 શહેરોમાં છાત્ર-યુવા, મહિલાઓ અને સીનિયર સિટિજન્સને આ અભિયાન સાથે જોડતા તેમને પ્રશિક્ષિત કરી રહ્યાં છે. જાગરણ ન્યૂ મીડિયાની ફેક્ટ ચેકિંગ ટીમ વિશ્વાસ ન્યૂઝ પોતાના આ અભિયાન ચાર વર્ષથી સ્વાસ્થ્ય, શિક્ષણ અને મતદાન જેવા જનહિતકારી વિષયો પર જાગરુકતા માટે સતત કામ કરે છે. આ અભિયાન સાથે જોડાવવા માટે તમારા શહેર, પ્રદેશ કે સુવિધાજનક તારીખ મુજબ વિશ્વાસ ન્યૂઝની વેબસાઈટ ( https://www.vishvasnews.com/sach-ke-sathi-facts-up/) પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.