ED Action: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ IMX મીડિયા પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કેસમાં મંગળવારે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની રૂપિયા 11 કરોડની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે EDએ કર્ણાટકના કૂર્ગ જિલ્લામાં રૂપિયા 11.04 કરોડના મૂલ્યની 4 સંપત્તિ (4 જંગમ અને એક સ્થિર સંપત્તિ)ને કુર્ક કરવામાં આવી છે. આ સંપત્તિ કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ તથા અન્ય કેટલાક સાથે સંકળાયેલી છે.
ED attaches 4 properties (three movable and one immovable property) worth Rs 11.04 Crore in Coorg District, Karnataka, belonging to Karti P Chidambaram and others in the case of INX Media Pvt Ltd and others, under PMLA: ED
— ANI (@ANI) April 18, 2023
(File Pic) pic.twitter.com/3UNKO8BJ7W
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિ સામે પ્રિવેન્શન ઓફ મનિ લોંડરીંગ એક્ટ (PMLA) અંતર્ગત આદેશ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બર તમિલનાડુની શિવગંગા લોકસભા બેઠક પરથી સાંસદ છે અને તેમની INX કેસમાં CBI તથા ED બન્નેએ ધરપકડ કરી હતી.