ED Director:કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના ડિરેક્ટર રાહુલ નવીનનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. 8 ઓગસ્ટ 2026ના રોજ આપવામાં આવેલા આદેશ પ્રમાણે અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટે રાહુલ નવીન, IRS (IT:93074)નો કાર્યકાળ 13 ઓગસ્ટ 2026 બાદ એક વર્ષ માટે એટલે કે 13 ઓગસ્ટ 2027 સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે આ એક્સટેન્શન તેમની 31 જુલાઈ 2027ના રોજ સુપરએન્યુએશનની તારીખ બાદ સર્વિસને જાળવી રાખવાને કવર કરે છે. આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી કે જે પહલા હોય તે યથાવત રહશે.
30 વર્ષથી વધારે અનુભવ
રાહુલ નવીન 1993 બેંચના ભારતીય મહેસૂલી સર્વિસ એટલે કે IRS અધિકારી છે. EDની સત્તાવાર પ્રોફાઈલ પ્રમાણે તેમણે આવક વેરા વિભાગમાં 30 વર્ષથી વધારે સમય સુધી કામ કર્યું છે અને તેમણે ઈન્ટરનેશનલ ટેક્સેશનના નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે IIT કાનપુરથી B.Tech અને M.Tech કર્યું છે. જ્યારે Swinburne University of Technology, Melbourne થી MBA ડિગ્રી હાંસલ કરી છે.
તેમણે કરિયરનો એક મહત્વનો હિસ્સો આંતરરાષ્ટ્રીય ટેક્સેશન અને સીમા-પાર આર્થિક વ્યવહારો સંબંધિક બાબતોમાં રહ્યો છે. વર્ષ 2004થી વર્ષ 2008 દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ટેક્સેશન ડિરેક્ટોરેટ, મુંબઈમાં કામ કર્યું છે અને અનેક એવા ઓફશોર ટ્રાન્ઝેક્શનમાં ટેક્સ ડિમાન્ડ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
