OPEN IN APP

Maneka Gandhi Strange Statement: 'મહિલાઓના શરીરને સુંદર રાખે છે ગધેડીના દૂધમાંથી બનેલો સાબુ', સાંસદ મેનકા ગાંધીનું વિચિત્ર નિવેદન

By: Jignesh Trivedi   |   Sun 02 Apr 2023 08:23 PM (IST)
donkey-milk-soap-keeps-womens-bodies-beautiful-mp-maneka-gandhis-strange-statement-111998

Maneka Gandhi Strange Statement: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચૌપાલને સંબોધિત કરતા મેનકા ગાંધી એવું કહેતા સંભળાય છે કે- ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. એક ઘણી જ પ્રખ્યાત વિદેશી રાણી હતી 'ક્લિયોપેટ્રા' તેઓ ગધેડીના દૂધમાં નહાતી હતી. દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ 500 રૂપિયામાં એક વેચાય છે. આપણે બકરીના દૂધમાંથી સાબુ કેમ ન બનાવી શકીએ. ગધેડીના દૂધનો સાબુ બનાવીએ. ગધેડીના દૂધમાંથી બનેલો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે.

આ વીડિયો બલ્દીરાયમાં આયોજિત એક કાર્યક્રમનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. જેમાં મેનકા ગાંધી લોકોને કહી રહ્યાં છે કે તેમણે જોયું છે કે ગધેડાઓની સંખ્યા ઘટી રહી છે. જે બાદ તેઓએ સવાલના અંદાજમાં પૂછ્યું કે ગધેડાને જોતા કેટલાં દિવસ થઈ ગયા છે. ગધેડાની સંખ્યા ઘટી રહી છે કે ખતમ થઈ ગયા છે. ધોબીનું કામ પણ ખતમ થઈ ગયું છે પરંતુ લદ્દાખમાં તેઓએ ગધેડીમાંથી દૂધ કાઢવાનું શરુ કર્યું અને તેમાંથી સાબુ પણ બનાવ્યો.

અંતિમ સંસ્કાર માટે પણ ભાજપના સાંસદે આપી વિચિત્ર સલાહ
મેનકા ગાંધીએ કોઈ વિશેષજ્ઞની જેમ કહ્યું કે- ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. તેમણે કહ્યું- વૃક્ષો ગાયલ થઈ રહ્યાં છે. લાકડાં એટલાં મોંઘા છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો પણ પોતાના પરિવારને કંગાળ કરી દે છે. દાહ સંસ્કારમાં ઉપયોગમાં લેવામાં આવતા લાકડા માટે 15-20 હજાર રુપિયાનો ખર્ચ થાય છે. તેનાથી સારું છે કે આપણે લાંબા છાણા બનાવીએ અને તેમાં સુગંધી સામગ્રી ઉમેરી દઈએ. સાથે જ એક ઓર્ડર પણ લગાવી દઈએ કે જેઓ મૃત્યુ પામે છે તેમના દાહ સંસ્કાર છાણામાંથી કરવામાં આવે, એવું કરવાથી 1500થી 2000 રુપિયાનો ખર્ચ થશે. સાથે પશુપાલકોના છાણા વેચાશે તો તેમણે પણ આવક થશે.

ગાય-બકરી પાળીને કોઈ પૈસાદાર નથી બન્યુંઃ મેનકા ગાંધી
મેનકા ગાંધી અહીં જ ન અટકયા,તેમણે કહ્યું કે- હું નથી ઈચ્છતી કે તમે જાનવરો ઉપર પૈસા કમાવો. આજ સુધી કોઈ બકરી કે ગાય પાલન કરીને પૈસાદાર નથી બન્યા. આપણી પાસે એટલાં ડોકટર જ નથી. તેમણે કહ્યું કે આખા સુલ્તાનપુરમાં 25 લાખ લોકો વચ્ચે મુશ્કેલીથી ત્રણ ડોકટર હશે. ક્યારેક ક્યારેક તે પણ નથી હોતા. ગાય, ભેંસ કે બકરી બીમારી થાય તો તમારા લાખો રુપિયા જતા રહેશે. તમે દીકરીઓને પશુ સહાયક બનાવો છો પરંતુ પશુ સહાયક કેટલું કરી શકે. તેથી હું આ બધાંની વિરોધી છું કે કોઈ બકરી કે ગાયને પાળે. જ્યારે 10 વર્ષે તમે કમાશો અને એક રાતમાં જાનવર મરી જશે તો બધું જ ખતમ થઈ જશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મેનકા ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ ચર્ચા પણ શરૂ કરી દીધી છે કે શું ખરેખર આવું શક્ય છે. કેટલાંક લોકોએ લખ્યું કે- જો આટલું જ ફાયદામંદ છે ગધેડી તો દરેક ઘરમાં તેને પાળવી જોઈએ. સુંદરતા પણ બની રહેશે અને તબિયત પણ.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.